“કોરોના”થી “આર્થિક” રીતે તૂટેલી જનતા પર મોંઘવારીની માર. પેટ્રોલ રૂ. 77.26 , ડીઝલ રૂ. 76.76, સોનુ રૂ. 47,650, ચાંદી રૂ. 48,510.

Hits: 77

કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને ભરડામાં લીધી છે, ભારત સહીત અનેક દેશો મહિનાઓ સુધી લોકડાઉન રહયા। જનતાના ધંધા – રોજગાર ઠપ થઇ ગયા. ભારતમાં અનેક લોકોએ નોકરીઓ ગુમાવી, બેરોજગાર બન્યા। દેશના અનેક નાના – મોટા વેપારીઓ પણ આર્થિક રીતે તૂટી ગયા છે ત્યારે દેશના અર્થતંત્રને ધબકતું રાખવા માટે જરૂરી એવા પેટ્રોલ – ડીઝલના ભાવ આસમાને નથી પહોંચી રહયા પરંતુ આકાશ ફાડીને ઉપર જઈ રહયા છે એમ કહીએ તો પણ કઈ ખોટું નથી.
ઇકોનોમિક્સ ટાઇમસના રિપોર્ટ પ્રમાણે આજે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ રૂ. 77.16 પર પહોંચ્યો છે. તેમાં પણ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 77.26 છે.

No photo description available.
દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલના ભાવ.


હવે વાત કરીયે ડીઝલની તો ગુજરાતમાં ડીઝલ પણ પેટ્રોલની સાથે જાણે કે રેસ લગાવતું હોય એમ ડીઝલના ભાવમાં પણ જંગી વધારો થતા ડીઝલના ભાવ ગુજરાતમાં રૂ. 76.67 પર પહોંચ્યો છે. તેમાં પણ અમદાવાદમાં ડીઝલનો ભાવ રૂ. 76.76 છે.

No photo description available.
દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં ડીઝલના ભાવ.


ભાવ વધારામાં પેટ્રોલ અને ડીઝલની જેમ સોનુ અને ચાંદી પણ કઈ પાછળ નથી. સોનાનો ભાવ દેશમાં આજે પ્રતિ તોલા રૂ. 47,650 સુધી પહોંચી ગયો છે જ્યારે ચેન્નાઇ , હૈદરાબાદ , પુડ્ડુચેરી જેવા અનેક શહેરોમાં તો સોનાનો ભાવ પ્રતિ તોલા રૂ. 50, 390 પર પહોંચી ગયો છે. જુલાઈ 2018 માં સોનાનો ભાવ રૂ. 29,340 હતો જે વધીને જૂન, 2020 માં રૂ. 45,620 પર પહોંચી ગયો. મતલબ કે 2 વર્ષમાં સોનાના ભાવમાં રૂ. 16,280 નો વધારો નોંધાયો.

No photo description available.
દેશ અને દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવ.
No photo description available.
જુલાઈ 2018 માં સોનાનો ભાવ રૂ. 29,340 હતો જે વધીને જૂન, 2020 માં રૂ. 45,620 પર પહોંચી ગયો.


હવે વાત કરીએ ચાંદીની તો દેશમાં ચાંદી ના ભાવ પ્રતિ કિલો એ રૂ. 48,510 પર પહોંચી ગયા છે જ્યારે પુડ્ડુચેરીમાં તો સોનુ રૂ. 53,300 પાર પહોંચી રહ્યું છે. જુલાઈ, 2018 માં ચાંદીનો ભાવ રૂ. 41, 242 હતો જે આજે વધીને રૂ. 50,160 પાર પહોંચ્યો. મતલબ કે 2 વર્ષમાં ચાંદીના ભાવમાં રૂ. 8,918 નો વધારો નોંધાયો.

No photo description available.
દેશ અને દેશના વિવિધ શહેરોમાં ચાંદીના ભાવ.
No photo description available.
જુલાઈ, 2018 માં ચાંદીનો ભાવ રૂ. 41, 242 હતો જે આજે વધીને રૂ. 50,160 પાર પહોંચ્યો.


હવે વાત એમ છે કે પેટ્રોલ – ડીઝલ અને સોના – ચાંદીના ભાવ અધધ વધી રહયા છે ત્યારે જે ભાજપી નેતાઓ કોંગ્રેસના સમયમાં પેટ્રોલ – ડીઝલના ભાવ થોડા પણ વધી જતા ત્યારે આખો દેશ માથે લઇ લેતા એ જ ભાજપી નેતાઓ આજે તેમની સરકારમાં પેટ્રોલ – ડીઝલ અને સોના – ચાંદીના ભાવ એ હદે વધ્યા છે કે જેની કલ્પના પણ .નહોતી કરી. પરંતુ ભાજપનો એક પણ નેતા આ વિષે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી.

Outlook Photo Gallery : BJP leader Ravi Shankar Prasad take part ...
કોંગ્રેસના રાજમાં પેટ્રોલ – ડીઝલ ના ભાવવધારા સામે આંદોલન પર ઉતારનારા ભાજપી નેતાઓ આજે કેમ ચૂપ ???


અરે નેતાઓની વાત તો જવા દો ચાલો એમને તો પોતાની ખુરશી બચાવવી છે એટલે એ તો વિરોધ કરતા નથી પણ જનતા। આજે પેટ્રોલ – ડીઝલ અને સોના – ચાંદીના ભાવ આસમાન ફાડીને ઉપર જઈ રહયા છે ત્યારે દેશની જનતા ચીની સામાનનો બહિષ્કાર કરવામાં વ્યસ્ત છે.

China boycott call rattles sports market: 'Can't suddenly do it ...
પેટ્રોલ – ડીઝલ અને સોના – ચાંદીના ભાવ આસમાને જઈ રહ્યા છે અને દેશની જનતા ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં વ્યસ્ત છે.

માન્યું કે આપણી સાથે દુશ્મની રાખનાર ચીનને સીધું કરવા માટે ચીની પ્રોડક્ટનો બોયકોટ કઈ ખોટું નથી પરંતુ માન્યું કે આપણી સાથે દુશ્મની રાખનાર ચીનને સીધું કરવા માટે ચીની પ્રોડક્ટનો બોયકોટ કઈ ખોટું નથી પરંતુ એક આમ આદમીની જરૂરિયાતોના ભાવ આસમાને પહોંચી જાય અને જનતા ચીનનો વિરોધ કરવામાં વ્યસ્ત હોય એ ક્યાં સુધી વ્યાજબી છે?

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!