મોડાસા કેસ: PM રિપોર્ટમાં મોટો ખુલાસો, યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય થયું, બાદમાં વડ પર લટકાવી

Hits: 103

ગુજરાતના અરવલ્લી જિલ્લાના સાયરા( અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પીએમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે 19 વર્ષીય કોલેજિયન યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. યુવતીના મૃતદેહના બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરવામાં આવી હતી.

5 ડોક્ટરોની પેનલે આ રિપોર્ટ આપ્યો છે, જેમાં યુવતીને ઘસેડવામાં આવી છે, વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેને ફાંસી પર લટકાવવામાં આવી છે. બીજી બાજુ આ મામલાની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું છે કે, પીડિતાના શરીર પર નિશાન મળી આવ્યા છે, જેમાં યુવતીને ઘસેડવામાં આવી છે, ત્યારબાદ તેના પર બળાત્કાર કરીને હત્યા કરી નાંખવામાં આવી છે. ઉપરાંત તેના ગળામાં ઈજાના નિશાનથી એવું લાગે છે કે તેને જબરજસ્તી ફાંસીએ લટકાવી દઈને મારી હતી. એ પહેલા તેને જમીન પર ઢસડી હતી અને પછી વડ પર લટકાવી દીધી હતી.

મળાશયના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કંપારી છોડાવે તેવો છે. જેમાં મોટો ખુલાસો થયો છે કે, કોલેજિયન યુવતી સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. દલિત કોલેજિયન યુવતીને 5 જાન્યુઆરીએ તેના ગામમાં આવેલા વડના ઝાડ સાથે લટકાવવામાં આવી હતી. તેના મળાશયનો એક ભાગ બહાર નીકળી ગયો હતો. તેમજ તેના ડાબા સ્તન પર ઈજાના નિશાનો હતો અને સ્તનના ઉપરના ભાગે જોવા મળ્યા હતા. ઉપરાંત તેના ડાબા ખભા પર ઈજાઓના નિશાન હતા તથા ડાબા અંગૂઠા પર ઈજા થઈ હતી. ગળાના ભાગે નિશાન હોવાથી એવું સાબિત થાય છે કે તેને જબરજસ્તી ફાંસીએ લટકાવી દેવાઈ હતી. યુવતીને મારતા પહેલા તેને ઢસડવામાં આવી હતી. કોલેજિયન યુવતીની હત્યા કર્યા પહેલા તેને ઘસેડવામાં આવી છે અને ત્યારબાદ જબરદસ્તીથી ફાંસી પર લટકાવી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમની આ બીજી રિપોર્ટે પહેલા રિપોર્ટ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે, જેમાં માત્ર કહેવામાં આવ્યું હતું કે, આ કેસમાં બળાત્કાર કે મર્ડર બન્નેમાંથી કોઈ લક્ષણ નથી.

એક આરોપી સતીશ ભરવાડ હજુ પણ ફરાર

અગાઉ પોલીસે વિમલ ભરવાડ અને તેના મિત્રો દર્શન ભરવાડ, સતીશ ભરવાડ અને જિગર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેમાંથી ત્રણ લોકોએ પોલીસની સામે આત્મસમર્પણ કરી દીધું છે, જ્યારે એક આરોપી સતીશ ભરવાડ હજુ પણ ફરાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હત્યાકાંડ બાદ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો છે કે 19 વર્ષીય કોલેજિયન યુવતીની સાથે ગેંગરેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે, પરંતુ પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી નથી.

યુવતીના પરિવારજનોએ પણ આરોપ લગાવ્યો છે કે પોલીસે આખા મામલામાં ગંભીર બેદરકારી દાખવી છે. આ હત્યાકાંડને લઈને ટ્વિટર પર ન્યાયનું અભિયાન શરૂ થયું હતું અને હજારોની સંખ્યામાં લોકોએ ટ્વિટ કરીને દલિત યુવતીને ન્યાય અપાવવાની માંગ કરી હતી. ત્યારબાદ આખા કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી હતી. સીઆઈડી પોલીસ અધિકારીઓ કેસમાં શું બેદરકારી રાખવામાં આવી તેની પણ તપાસ કરી રહ્યા છે.

શું છે સાયરા( અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન યુવતીનો સમગ્ર કેસ

મોડાસાના સાયરા(અમરાપુર)ની 31મીએ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી 5 જાન્યુઆરીએ લાશ મળી હતી. આ કેસમાં 11 જાન્યુઆરીએ 3 આરોપીઓની એસસી-એસટી સેલના ડીવાયએસપીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

બાદમાં રાજ્ય પોલીસ વડાએ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી અને એસઆઈટી રચાઈ હતી. 21 જાન્યુઆરીએ ત્રણેય આરોપીને SITએ કોર્ટમાં રજૂ કરીને 5 દિવસની સામે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસમાં આરોપીઓ અને યુવતીના મોબાઈલ સંપર્ક ખુલ્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતી સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય અને તેને લટકાવી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!