પોલીસ અધિકારી-કર્મચારી પોતાના ખાનગી વાહન ઉપર “પોલીસ” લખી શકે નહીં

Hits: 264

રાજ્યમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારી પોતાના ખાનગી વાહનો ઉપર પોલીસનું લખામ તથા પોલીસ હોવાનું ઓળખ છતું કરતુ કોઈ પણ પ્રકારનુ સ્ટીકર લગાવી શકશે નહીં. રાજ્યના પોલીસ વડાએ અંગે આદેશ કરીને તેનું પાલન કરવા સુચના આપી છે.

તેમજ લખાણ અને સ્ટીકર દૂર કરી દેવા પણ પોલીસ વડાએ સૂચના આપી છે. આ પ્રકારના સ્ટિકર, લખાણથી સમાજના નબળા વર્ગોમાં દબાણ અને શિક્ષિત નાગરિકોમાં દુષ્પ્રભાવ સર્જતુ વાતાવરણ ઊભું થતું હોવાનું રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે.

ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯નો નિયમ ૧૨૫ સ્પષ્ટ જણાવે છે કે વાહન ઉપર વાહનના રજીસ્ટ્રેશન નંબર (નંબર પ્લેટ) સીવાય કોઇપણ લખાણ લખી શકાય નહીં.આ કાયદો કેન્દ્ર સરકારના મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ ઉપર જ રચવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજયમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના ખાનગી વાહન ઉપર પોલીસનું લખાણ અને પોલીસ હોવાના સ્ટીકર લગાવે છે. હવે પોલીસ કર્મચારીઓ આવુ લખામ અને સ્ટીકરનો ઉપયોગ કરી શકશે નહીં. આ પ્રકારના સ્ટિકરો દૂર કરવા રાજ્યના ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ અધિક્ષકો, મહાનગરોના કમિશનરોને આદેશ કર્યો છે.

આ પ્રકારના લખાણ કે સ્ટિકર પ્રાઇવેટ વાહનો ઉપરથી ઉતારી કાઢવા જિલ્લા તંત્ર દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે. એટલું જ નહીં આવા સ્ટિકર કે લખાણ ધરાવતા ખાનગી વાહનોના માલિકો, ચાલકો સામે મોટર વ્હિકલ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશનના અધિકારીઓને પોતાના તાબાના પોલીસ કર્મચારીઓ આ પ્રકારનું સ્ટિકર, લખાણ ફરીથી ન ચિતરવે તેના માટે તકેદારી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. જો કોઈપણ પોલીસ કર્મચારી આ સૂચનાનો અનાદર કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવા કડકપણે કહેવાયું છે.

જેથી હવે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોઈપણ કર્મચારી, અધિકારી પોતાની માલિકીના, તેમના પરિવારના ખાનગી વાહનો ઉપર પોલીસ લખેલા સ્ટિકર કે લખાણથી ઓળખ ઊભી કરી શકશે નહી.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!