“રાજકારણ” – ગંદા હૈ પર ધંધા હૈ યે !!! “આમ આદમી” પાર્ટી ના રામ ધડુક પર હુમલો રાજકારણ કે ગુંડાગીરી ?

Hits: 105

રાજકારણ વિષે આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે, “રાજકારણ ખુબ જ ગંદી ચીજ છે” કે “રાજકારણ એ ગટર છે”. જો આપણે એવું જ માનતા રહીશું તો શું આપણે “સ્વતંત્રતા” થી જીવી શકીશું ? કોઈ પણ વ્યક્તિ રાજકારણ માં ટકી રહેવા નીચ માં નીચ હરકત કરે છે.

ભારત દેશ ના આઝાદી સમય ના નેતાઓ નો ઇતિહાસ ખુબ જ પવિત્ર નીતિમત્તા વાળો રહ્યો છે. પરંતુ જે છેલ્લા 25-30 વર્ષ થી ગુજરાત માં રાજકારણે જે સ્વરૂપ નો વિકાસ કર્યો છે તે સ્વરૂપ ખુબ જ ભયાવહ છે. સામાન્ય માં સામાન્ય માણસ આ રાજકારણ ની અસર થી પીડિત-ત્રસ્ત બન્યો છે.

સરકાર બનવી, વિરોધ પક્ષ, અન્ય પક્ષો આ તમામ બાબતો સામુહિક છે. પરંતુ કોઈ પણ પક્ષ હોય એમાં ટકી રહેવા માટે જે બની બેઠેલા નેતાઓ છે તે ગુંડાઓ ની ફોજ પાળે છે. અને પોતાના વિસ્તાર માં કે જે તે નેતા ને જાહેર હાનિ નો ભય દેખાય એટલે એ ભય દૂર કરવા આ ગુંડાઓ નો ઉપયોગ કરે છે. આવા ગુંડાઓ ને “પાર્ટી ના કાર્યકરો” નું નામ આપે છે. ગુંડાગીરી ને પાળતા નેતાઓ આવા ગુંડાઓ ને પાર્ટી ના કાર્યકરો નું નામ આપી ને ખરેખર પાર્ટી માટે નિસ્વાર્થ સેવા કરતા “સારા કાર્યકરો” પર દાગ લગાવી દેતા હોય છે.

“આમ આદમી” પાર્ટી ના રામ ધડુક પર હુમલો:

કોઈ પણ મુદ્દે જયારે કોઈ પણ પાર્ટી રજુઆત કરે તો તે સમાજ ના કે લોકો ના હિત માટે કરતી હોય છે. અને એવી રજૂઆતો કોઈ પણ પાર્ટી દ્વારા કરવા માં આવે એનું પરિણામ લોકો માટે સારું જ હોય છે. પરંતુ ક્યારેક કોઈ પાર્ટી ના નેતા ની વિરુદ્ધ માં કોઈ અન્ય પાર્ટી ના નેતા બોલે કે લખે અને એ પાર્ટી ના નેતા આવું બોલનાર નેતા પર હુમલો કરાવે તો એને મારી દ્રષ્ટિએ રાજકારણ નહિ પણ ગુંડાગીરી જ કહેવાય.

હાલ માં આપ ના નેતા રામ ધડુક પર આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા મોકલવામાં આવેલ ગુંડાઓ (પુષ્ટિ કરનાર આપ પાર્ટી) દ્વારા જીવલેણ હુમલો કરવા માં આવ્યો. હવે આ બાબત નિંદનીય છે એવું કહી ને વાત સમેટી લેવી એ યોગ્ય નથી. આ વિષે થોડી વિશેષ ચર્ચા જરૂરી છે.

કોઈ પણ પાર્ટી કોઈ પણ કામ કરે તો બીજી પાર્ટી એ એનાથી વિશેષ કામ કરવા માટે આગળ આવવું જોઈએ એ રાજકારણ કહેવાય. પરંતુ આ હુમલો સ્પષ્ટ રીતે ગુંડાગીરી છે. સરકાર માં બેસેલ વ્યક્તિ દ્વારા આપ ના કાર્યાલય પર જઈ ને હુમલો કરવા માં આવ્યો તો વિચારો આ લોકો પ્રજા ની ક્યાં હિસાબે સેવા કરતા હશે ? આવા લોકો માટે રાજકારણ એ સેવા નહીં પણ ધંધો છે. જેમ શિક્ષણ નું વ્યાપારીકરણ થયું છે એમ હવે આ સત્તા ના નશા માં ડૂબેલા અહંકારીઓ એ રાજકારણ નું પણ વ્યાપારીકરણ કરી નાખ્યું છે. ભ્રસ્ટાચાર કરી કરોડપતિ .બની ગયા અને હવે લોકો વોટ આપે કે ન આપે જીત તો આવા વ્યાપારીકરણ ના માસ્ટર ખેલાડીઓ ની જ થાય છે. અને જીત્યા પછી કોઈ કામ કરતા આવડે કે ન આવડે આવા લોકોને પૈસા ભેગા કરવા નું સૌથી સારું કામ આવડે છે. અને એનાથી વિશેષ જયારે પણ લોકો એની વિરુદ્ધ બોલે તો એ અવાજ ને દબાવી દેવાનું પણ આવા હરામી નેતાઓને સારું આવડે છે.

હવે આ બધા માં જનતા નું શું ? ભાઈ, આવા નેતાઓ થી ચેતો, અને આવા નેતા ને બીજી વાર નેતા બનવાનો મોકો જ ન આપો. એમાં જ તમારી ભલાઈ છે. 25 વર્ષ થી જે મીઠું ઝેર તમને પીવડાવ્યું છે એ ઝેર ના બંધન માંથી નીકળવાનો મોકો છે. અપનાવશો તો જીવશો, બાકી ભક્તિ કરજો.

જય હિન્દ, જય ભારત….

Writer: Adv K D Sheladiya

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!