અમદાવાદની “પ્રહલાદ શ્રીરામ પટેલ” કંપની બનાવી રહી છે વારાણસીમાં ભવ્ય “કાશી વિશ્વનાથ” મંદિર, જાણો કેટલું ભવ્ય હશે આ મંદિર?

Hits: 6

કાશી વિશ્વનાથ ધામ ઓગસ્ટ 2021 સુધી બનીને તૈયાર થઇ જશે, નિર્માણનો કુલ ખર્ચ 800 કરોડ રૂપિયા હશેસ્થાનિક લોકોમાં આ અંગે નિરાશા પણ છે, તેમના પ્રમાણે આવું કરવાથી બનારસની ઓળખ નષ્ટ થશે.

હાલ વારણસીમાં બે વાતોની ચર્ચા થઇ રહી છે. એક ગંગામાં પાણી કેટલું વધ્યું અને ઘાટ ઉપર કેટલું ચઢ્યું. બીજી શ્રી કાશી વિશ્વનાથ ધામ પરિયોજના (કોરિડોર)ની. શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસર લોકડાઉન શરૂ થયા ત્યારથી જ બંધ છે. હાલ લોકોના કાનમાં મંદિરના ઘંટની જગ્યાએ ભારે મશીનોનો અવાજ સંભળાય છે.

800 કરોડના ખર્ચે કોરિડોર બનશેઃ-

ભારે સુરક્ષા વચ્ચે કારીગર, એન્જીનિયરો અને મજૂરો 5.3 લાખ વર્ગફૂટમાં લગભગ 800 કરોડના ખર્ચે બનવા જઇ રહેલાં કોરિડોરને આકાર આપવામાં જોડાયેલાં છે. પ્રશાસનના દાવા પ્રમાણે ઓગસ્ટ 2021 સુધી કોરિડોર બનીને તૈયાર થઇ જશે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રનો સૌથી મુખ્ય પ્રોજેક્ટ છે.


5.3 લાખ વર્ગફૂટમાં બનવા જઇ રહેલાં કોરિડોરના નિર્માણમાં લગભગ 800 કરોડનો ખર્ચ આવશે, ઓગસ્ટ 2021 સુધી તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય
5.3 લાખ વર્ગફૂટમાં બનવા જઇ રહેલાં કોરિડોરના નિર્માણમાં લગભગ 800 કરોડનો ખર્ચ આવશે, ઓગસ્ટ 2021 સુધી તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય

બે લાખ શ્રદ્ધાળુઓ એકસાથે દર્શન માટે આવી શકશેઃ-

જ્યાં પહેલાં શ્રદ્ધાઓના ઊભા રહેવા માટે પાંચ હજાર વર્ગફૂટની જગ્યા પણ નસીબમાં હતી નહીં, ત્યાં હવે બે લાખ શ્રદ્ધાળુઓ એકસાથે આવી શકશે. કાશીના મણિકર્ણિકા અને લલિકા ઘાટથી કોરિડોરની શરૂઆત થાય છે. 5.3 લાખ વર્ગફૂટમાં તૈયાર થવા જઇ રહેલાં આ વિસ્તારમાં 70 ટકા જગ્યા હરિયાળી માટે રાખવામાં આવી છે. ઘામમાં ઘાટ તરફથી આવવા માટે લલિતા ઘાટ ઉપર પ્રવેશ દ્વારા બનાવવામાં આવશે. આ સિવાય સરસ્વતી ફાટક, નીલકંઠ અને ઢુંઢિરાજ ગેટથી પણ વિશ્વનાથ ધામમાં પ્રવેશ કરવામાં આવશે.

3100 વર્ગ મીટરમાં પરિસર બનશેઃ-

સુરક્ષા માટે એન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટર બનશે. પ્રોજેક્ટ હેઠળ મુખ્ય મંદિર પરિસર, મંદિર ચોક, શહેરની ગેલેરી, સંગ્રહાલય, સભાઘર, હોલ, સુવિધા કેન્દ્ર, મોક્ષ ગૃહ, ભોજનશાળા, પૂજારીઓ માટે આશ્રય, આધ્યાત્મિક પુસ્તક સ્લોલ સહિત બધા જ નિર્માણ 30 ટકામાં થશે. શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરિડોરમાં લગભગ 3100 વર્ગ મીટરમાં મંદિર પરિસર બનશે.


શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરિડોરમાં લગભગ 3100 વર્ગ મીટરમાં મંદિર પરિસર બનશે. પરિસરમાં આરસપહાણના પત્થર લાગશે
શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરિડોરમાં લગભગ 3100 વર્ગ મીટરમાં મંદિર પરિસર બનશે. પરિસરમાં આરસપહાણના પત્થર લાગશે

આ પરિસરમાં ગર્ભગૃહ પાસે વૈકુંઠ મંદિર, દંડપાણિ સાથે તારકેશ્વર અને રાણી ભવાની મંદિર રહેશે, આ સિવાય પરિસરમાં 34 ફૂટ ઊંચાઇએ ચાર ગેટ રહેશે. બધા જ ગેટ મજબૂત લાકડાથી બનાવવામાં આવશે. પરિસરમાં આરસપહાણના પત્થર લાગશે. અહીં ધાર્મિક અને આયુર્વેદિક મહત્ત્વના વૃક્ષો પણ રહેશે.

ઓગસ્ટ 2021માં પૂર્ણ કરવાનું લક્ષ્યઃ-

કોરિડોરના બહારના ભાગમાં જલાસેન ટેરેસ બનાવવામાં આવશે. આ ટેરેસ ઉપર ઊભા રહીને ગંગાજી સાથે મણિકર્ણિકા, જલાસેન અને લલિતા ઘાટને નિહાળી શકાશે. વારણસી કમિશનર અને શ્રી કાશી વિશ્વનાથ ધામ પરિયોજનાના પ્રમુખ દીપક અગ્રવાલના કહેવા પ્રમાણે, ‘અમે હાલ 1500 થી વધારે પરિવારના લોકોને સેટલ કરી દીધા છે. 60થી વધારે નાના-મોટા મંદિરોને રિસ્ટોર કરીશું’

આ વર્ષે જાન્યુઆરીમાં કામ શરૂ થયું છે અને ઓગસ્ટ 2021માં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. દીપક અગ્રવાલ પ્રમાણે કોરોનાના કારણે પરિયોજનામાં જે મોડું થયું હતું, તેને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને તેના કારણે સમય સીમાને આગળ ન વધારવાની અમારી કોશિશ છે.


કોરિડોરના બહારના ભાગમાં જલાસેન ટેરેસ બનાવવામાં આવશે. આ ટેરેસ ઉપર ઊભા રહીને ગંગાજી સાથે મણિકર્ણિકા, જલાસેન અને લલિતા ઘાટને નિહાળી શકાશે.
કોરિડોરના બહારના ભાગમાં જલાસેન ટેરેસ બનાવવામાં આવશે. આ ટેરેસ ઉપર ઊભા રહીને ગંગાજી સાથે મણિકર્ણિકા, જલાસેન અને લલિતા ઘાટને નિહાળી શકાશે.

સાથે જ, મુંબઈ-દિલ્હીથી પાછા ફરેલાં મજૂરોનું સ્કિલ મેપિંગ બાદ તેમને પણ આ પ્રોજેક્ટમાં જોડવામાં આવ્યાં છે. પરિયોજના માટે જમીનમાં 390 કરોડ રૂપિયા અને નિર્માણમાં 340 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. કુલ લગભગ 800 કરોડ રૂપિયાની યોજના રહેશે.

અગ્રવાલના કહેવા પ્રમાણે, અમે કોઇ મંદિરને તેના સ્થાનેથી ઘસેડ્યું નથી, અનેક મકાનોની અંદર મંદિર મળી આવ્યાં છે. મોટા મંદિરોને શિફ્ટ કરવા અસંભવ છે, નાના મંદિર જેના ઉપર શિખર હતું નહીં તે મંદિરોને વિધિ-વિધાનથી હટાવીશું. કોઇની શ્રદ્ધાને ઠેસ પહોંચે તેવું કોઇ કામ અમે કર્યું નથી. ધામ પરિયોજના પૂર્ણ થયા બાદ મંદિરમાં દર્શન કરવા આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યા બેગણી થઇ જશે. સાથે જ, ટૂરિસ્ટ માટે પણ નવું આકર્ષણનું કેન્દ્ર બની જશે.


કોરિડોરનું કામ અમદાવાદની કંપની પ્રહલાદ ભાઇ શ્રીરામ ભાઇ પટેલ પ્રોજેક્ટ્સ કરી રહી છે.
કોરિડોરનું કામ અમદાવાદની કંપની પ્રહલાદ ભાઇ શ્રીરામ ભાઇ પટેલ પ્રોજેક્ટ્સ કરી રહી છે.

કોરિડોરને લઇને થોડાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છેઃ-

કોરિડોરનું કામ અમદાવાદની કંપની પ્રહલાદ ભાઇ શ્રીરામ ભાઇ પટેલ (પીએસપી) પ્રોજેક્ટ્સ કરી રહી છે. કંપનીએ સાબરમતી રિવર ફ્રંટ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ જેવા સરકારી પ્રોજેક્ટ કર્યાં છે. જોકે, આ પ્રોજેક્ટથી કાશીમાં દરેક વ્યક્તિ ખુશ છે, એવું નથી. કાશીની ઓળખ ગલીઓ અને કોરિડોરના રસ્તાથી મંદિરને હટાવવાથી અનેક લોકો નિરાશ છે. સંકટ મોચન મંદિરના મહંત અને આઈઆઈટી બીએચયૂમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ વિભાગના પ્રોફેસર વિશંભર નાથ મિશ્રાના જણાવ્યાં પ્રમાણે કાશી જીવિત પરંપરાઓનું શહેર છે.


તસવીર કાશિ વિશ્વનાથ મંદિર ગર્ભગૃહની છે. કોરોનાના કારણે અહીં સામાન્ય લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે
તસવીર કાશિ વિશ્વનાથ મંદિર ગર્ભગૃહની છે. કોરોનાના કારણે અહીં સામાન્ય લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે

હવે જે શરૂ થશે તે પારંપરિક નહીં હોય. સ્થાપિત મૂર્તિ તમે ઉઠાવી શકો નહીં. અગણિત મંદિરોને કોરિડોરના નામે તોડવામાં આવ્યાં છે, તેમાં પ્રમોદ વિનાયક, સમ્મુખ વિનાયક અને બીજા વિનાયક મંદિર, સરસ્વતી-હનુમાન મંદિર પ્રમુખ છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મૂર્તિનું જીવન સામાન્ય વ્યક્તિના જીવન જેવું થઇ જાય છે.

મૂર્તિ ઉખાડી અને તેમને મ્યૂઝિયમમાં રાખવામાં આવી છે, ત્યાં પૂજા પણ થઇ રહી નથી, જે બરાબર ન કહેવાય. મિશ્રાએ સવાલ કર્યો છે કે, બનારસની ઓળખ તેનું હેરિટેજ સ્ટ્રક્ચર અને ગલીઓ છે, જો તેને જ નષ્ટ કરી દેવામાં આવશે તો કોઇ બનારસ જોવા શું કામ આવશે?


કોરિડોરને લઇને અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. તેમના પ્રમાણે બનારસની ઓળખ જ તેનું હેરિટેજ સ્ટ્રક્ચર અને ગલીઓ છે, જો તેને જ નષ્ટ કરી દેવામાં આવશે તો કોઇ બનારસ જોવા શું કામ આવશે?
કોરિડોરને લઇને અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. તેમના પ્રમાણે બનારસની ઓળખ જ તેનું હેરિટેજ સ્ટ્રક્ચર અને ગલીઓ છે, જો તેને જ નષ્ટ કરી દેવામાં આવશે તો કોઇ બનારસ જોવા શું કામ આવશે?

ભોજપુરી ગીતકાર કનૈયા દુબે જણાવે છે કે, કોરિડોર માટે ન તો કોઇ આંદોલન થયું કે કોઇએ કોઇ માંગ પણ નથી રાખી. પ્રશાસને અહીં ખૂબ જ મનમાની કરી છે. પ્રશાસને કાશીની પરંપરાઓને ધ્યાનમાં રાખવી જોઇએ, આસપાસ ખોદકામ કર્યું અને એવામાં 10-15 ફૂટ ઉપર માટીના નાના-નાના ભાગમાં માત્ર થોડાં મંદિર ઊભા કરી દેવામાં આવ્યાં છે. એવામાં વરસાદ જેવો શરૂ થયો, મંદિરોના નષ્ટ થવાનો ખતરો વધી ગયો છે.

કાશીના કોરિડોરના માર્ગમાં જ થોડાં મંદિર એવા છે, જે કેટલાં જૂના છે તે કોઇ જાણતું નથી. છતાંય પ્રશાસન તેને નષ્ટ કરવામાં લાગ્યાં છે. એકબીજાના દાવા વચ્ચે એટલું તો નક્કી છે કે, હવે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના કોરિડોરનું સ્વરૂપ હંમેશાં માટે બદલાઇ જશે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!