પડધરી ગામના ચકચારી આરોપી રમેશભાઈ વાઢેરને અંતે પાસા બોર્ડમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા, પણ જેલમાંથી સાથે શું લાવ્યા જાણો..

Hits: 288

રમેશભાઈને તારીખ ૦૪/૦૫/૨૦૨૦ ના રોજ પડધરી ગામ ચાર રસ્તા ઉપરથી પોલીસ જોડે ખરાબ વર્તન કરવાના ગુનામાં અટકાયત કરીને પાસા કાયદા હેઠળ સુરત જેલમાં મોકલી દેવામાં આવેલ હતા. આ ઘટના અંતર્ગત તેમના સુપુત્રી પ્રિયલબેન વાઢેર દ્વારા વિડિયો વાયરલ કરીને એમના પપ્પા જોડે થયેલ ખોટા કેસ અને સમસ્ત ઘટના બહાર લાવી જાહેરમાં મદદ માગવામાં આવેલ હતી. જે વિડીયો બહાર આવતા હજારો લોકોએ આ વીડિયો શેર કરીને એમને ન્યાય આપવાની માંગણી કરી હતી .

પડધરી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ અને કોન્સ્ટેબલ દ્વારા આચરવામાં આવેલ આ અત્યાચારનો શિકાર રમેશભાઇ વાઢેર એક ખેડૂત છે અને શાંતિથી જીવન ગુજારતા એક રાજપૂત છે. રાજપૂત સમાજ પર કોઈ કારણસર નારાજ થયેલા પી.એસ.આઈ અને પોલીસ કર્મીઓ દ્વારા રમેશભાઈ વાઢેરને ખોટા કેસમાં ફસાવી ને હેરાન કરવામાં આવેલ હતા.

આ ઘટના પછી સમાજના ઘણા બધા આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ વાઢેર પરિવારને મદદરૂપ થયા હતા. પાસા બોર્ડમાં ફરિયાદ દાખલ કરીને ન્યાયની માગણી કરવામાં આવેલ હતી.

તારીખ ૦૪/૦૬/૨૦૨૦ ના રોજ પાસા બોર્ડ દ્વારા રમેશભાઈ વાઢેરને નિર્દોષ જાહેર કરવામાં આવેલ હતા

સુરત લાજપોર જેલવાસ દરમિયાન એમના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવેલ હતા. પેલા ત્રણ ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી લાજપોર જેલમાથી એમને જામીન પર છોડવામાં આવેલ હતા. જામીન પર આવ્યા પછી પડધરી ગામ સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરતા પરિણામ પોઝિટિવ આવ્યું હતું. ત્યાર પછી એમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. એમના તમામ પરિવારોને રાજકોટમાં કોરન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રિયલ વાઢેરે એક આદર્શ પુત્રીની ફરજ નિભાવી:

રમેશભાઈ વાઢેરની ૨૧ વર્ષની સુપુત્રી પ્રિયલ વાઢેરે ઘટના પછી તરતજ પોલીસ સ્ટેશન દોડી ગઇ હતી. પપ્પા ને ગુન્હેગાર તરીકે જોવા ના ઈચ્છિત પ્રિયલ પોલીસ સ્ટેશનમાં પણ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. ત્યાર પછી પ્રિયલ દ્વારા બનાવેલ વીડિઓ ખુબજ વાઇરલ થયો હતો. જે વિડીઓનું જાહેર જનતાનું સમર્થન મળતા અધિકરીઓ દ્વારા પડધરી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ અને અન્ય એક કોસ્ટેબલ ને બદલી કરવાની ફરજ પડી હતી.

રાજકોટ જિલ્લા મજિસ્ટ્રેટ કોર્ટમાં તાત્કાલિક આ બંને પોલીસવાળા સામે ફરિયાદ પણ દાખલ કરી દેવમાં આવી. પિતાને પાસામાંથી જેલમુક્ત કરવવા માટે રાજકોટ ડીસ્ટ્રીક મેજિસ્ટેટ અને કલેક્ટર શ્રીમતી રમ્યા મોહને પણ રૂબરૂ મળીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સાથે સાથે આ મામલો ગુજરાત મુખ્યમંત્રી શ્રી , પોલીસ વડા તથા માનવ અધિકાર પંચમાં પણ પહોંચાડવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી , પોલીસ વડા અને માનવ અધિકારમાં ફરિયાદ:

સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવા એ વાઢેર પરિવાર ની મદદ કરવા માટે આ મેટર મુખ્યમંત્રીશ્રી , પોલીસ વડા અને માનવ અધિકારમાં પણ ફરિયાદ કરી આ માટે મદદરૂપ થયા હતા.

પ્રિયલ બેન વાઢેર વિડીયો વાયરલ થયા પછી તાત્કાલિક ધોરણે પડધરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. અને અન્ય એક પોલીસકર્મીને પણ પડધરી પોલીસ સ્ટેશનમાંથી બદલી કરવામાં આવેલ હતી. હાલમાં પાસા બોર્ડના આ નિર્ણયથી વાઢેર પરિવારને આશ્ચાસન મળેલ છે અને ન્યાય પણ મળેલ છે. પોલીસ દ્વારા ખોટા ગુનામાં ખોટી કલમો લગાડી પાસા હેઠળ જેલ ભેગા કરી રમેશભાઈ અને તેમના પરિવારને આપવામાં આવેલ તકલીફ બદલ આ પોલીસ કર્મીઓને સજા ન થાય ત્યાં સુધી કાયદાકીય લડત આપવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!