કોરોના : મલ્ટીપ્લેક્ષ બંધ રહેતા ભયંકર નુકશાનને પહોંચી વળવા PVR અને કાર્નિવલ જેવી કંપની હવે ફૂડ ડિલિવરી બિઝનેસ કરશે.
Hits: 20
મલ્ટિપ્લેક્સ ઓપરેટર PVR તેની F&B બ્રાન્ડનું વિસ્તરણ કરવાની યોજના બનાવી છેકાર્નિવલ સિનેમા આવક માટે તેના 100 થિયેટરોમાં ક્લાઉડ કિચન સ્થાપિત કરી રહી છે
નવી દિલ્હી. કોરોનાને કારણે છેલ્લા 3 મહિનાથી બંધ થિયેટરો હવે આવકના નવા રસ્તાની શોધમાં છે. હવે થિયેટરો ફૂડ એન્ડ બેવરેજ (F&B)થી લઈને ક્લાઉડ કિચન સુધીના વ્યવસાયમાં પ્રવેશ કરી રહ્યા છે. આના માધ્યમથી, આ થિયેટરો આગામી દિવસોમાં તમારા ઘરો સુધી ખાદ્યપદાર્થોની ડિલિવરી અને પાર્સલિંગ કરતી જોવા મળશે. મલ્ટિપ્લેક્સ ઓપરેટર PVR તેની F&B બ્રાન્ડનું વિસ્તરણ કરવાની યોજના બનાવી છે
PVRના કુલ બિઝનેસમાં F&Bનો 30% હિસ્સો
PVRના ચેરમેન અજય બિજલીએ જણાવ્યું હતું કે અમારી કુલ આવકમાં 30% હિસ્સો F&Bનો છે. F&B એ એક સેગમેન્ટ છે જે લોકોને ઉત્પાદનને ઘરે લઈ જવા દે છે. અમે પ્રોપરાઈટરી ફૂડ પ્રોડક્ટની સારી ડીલ ઓફર કરીશું, જેને લોકો સ્ટોર સાથે ઓનલાઇન પણ ખરીદી શકે છે.
F&B હાલમાં માત્ર સિનેમાઘરોમાં માર્યાદિત
બિજલીએ કહ્યું કે અમે હાલમાં ત્રણ R પર કામ કરી રહ્યા છીએ – રેસ્ક્યુ, રિવાઇવલ અને રિઇન્વેન્શન. રિઇન્વેન્શનમાં વિશેષ બાબત એ છે કે શટર બંધ હોય અને શટર ચાલુ થાય ત્યારે પણ તેની આવક થાય છે. F&B હાલમાં માત્ર સિનેમાઘરોમાં માર્યાદિત છે. હાલમાં લોકો ફક્ત પોપકોર્ન જ ઘરે લઇ જઈ શકે છે. ઘરે લઇ જઈ શકાય તેવા પ્રોડક્ટ્સ પર અમે ફોકસ કરીશું.
કાર્નિવલ સિનેમા ક્લાઉડ કિચનમાં પ્રવેશ કરે છે
કાર્નિવલ સિનેમા હવે તેના 100 થિયેટરોમાં રેવન્યુ માટે ક્લાઉડ કિચન સ્થાપિત કરી રહી છે કારણ કે દેશભરમાં સિનેમા ઘરો બંધ છે. કાર્નિવલ તેના મૂવી-સિનેમા મેનૂ હેઠળ મૂવી મેનૂઝ અને નવા કાઉન્ટર્સ ઓફર કરી રહ્યું છે. આના માધ્યમથી કાર્નિવલ, થિયેટરો બંધ થયા પછી પણ આવક ચાલું રાખવાની યોજના ધરાવે છે. કાર્નિવલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે આગામી બે વર્ષમાં રૂ. 15 કરોડનું રોકાણ કરશે.
નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News