ઘઉં નો ખાવામાં ઉપયોગ કરવા કરતા “રાગી” નો ઉપયોગ કરવો જોઈએ, જાણો એના ફાયદા….

Hits: 9

આજે મોટાભાગનાં લોકો ધઉ નો ખોરાકમાં બહુ ઉપયોગ કરે છે જે સારું નથી. રાગી એક ખુબજ જરૂરી ધાન્ય છે. દરેકે થોડું રાગી નું પ્રમાણ સાંજે ડિનરમાં લેવુ જ જોઈએ. નવી ભોજન પ્રથા મુજબ આપ સ્વસ્થ હોવતો સાંજે ડિનર માં થોડી રાગી લઈ શકો છો.

રાગી ના રોટલા, રોટલી, પરાઠા લડ્ડુ, હલવો, બિસ્કિટ તથા અન્ય ઘણું બધુ બનાવી શકાય છે.

રાગી નો પાક તૈયાર થઇ જાય એટલે તેનો સંગ્રહ બેહદ સુરક્ષિત હોય છે. રાગી ના દાણા પર કોઇ પ્રકારના કીટકો કે ફુદાંઓ હુમલા કરતાં જોવા મળતાં નથી. આ ગુણને કારણે નિર્ધન ખેડૂતો માટે નાગલીનો પાક એક ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે. જેમાં કાઈ નુકશાન ખેડૂતો ને વેઠવું પડતું નથી.

રાગી (નાગલી) ના ફાયદા:-

આ અનાજમાં એમીનો એસીડ મેથોનાઇન રહેલું હોય છે, જે વધુ પ્રમાણમાં સ્ટાર્ચવાળા ખાદ્ય પદાર્થોમાં જોવા મળતું નથી.

પ્રોટીન

રાગી (નાગલી)માં સારી ગુણવત્તા નું પ્રોટીન હોય છે. જે શરીરના કોષોના બંધારણ માટે અગત્યનું છે. કુપોષણ થી બચી શકાય છે.

કેલ્શિયમ અને અન્ય ખનીજ

રાગી (નાગલી)માં સારી માત્રા માં કેલ્શિયમ હોય છે. જે હાડકાં અને દાંત ની મજબૂતાઈ માટે ખુબજ જરૂરી છે. સાંધાના ઘસારા-દુખાવા સામે રક્ષણ મળે છે.

રાગી (નાગલી)માં કેલ્શિયમ ઉપરાંત અન્ય ખનીજ જેવાકે ફૉસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. હાડકાં મજબૂત બને છે અને ઓસ્ટીઓપોરોસિસ જેવી બીમારી થતી નથી. હિમોગ્લોબિન પણ વધે છે.

100 ગ્રામ રાગી માથી મળતા પોષક તત્વો

પ્રોટીન- 7.6 mg
ચરબી- 1.5 mg
કાર્બોહાઈડ્રેટ- 88 mg
કેલ્સિયમ-370 mg
વિટામિન A- 0.4 mg
વિટામિન B1- 0.33 mg
વિટામિન B2- 0.11 mg
વિટામિન B3- 1.2 mg
ફાઈબર – 3 mg

રોગ ના ઉપચાર :-

રાગી (નાગલી) માં કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેટ, ફાઈબર સારા પ્રમાણ માં હોય છે.

* ડાયાબીટીસના દર્દીને સુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
* કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે.
* રાગી માં ગ્લુટીન ન હોવાથી સિલિયાક ડીસીસ (Celiac Diseases) વાળા દર્દીને પણ ફાયદા કારક છે.
* પાચનશક્તિ વધારે છે
* ચહેરા ની કરચલીઓ દૂર કરે છે
* મેદસ્વિતા ઘટાડે છે

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!