રાજકોટ: જિલ્લામાં 24 કલાકમાં આર્થિક ભીંસથી કંટાળી ચારનો આપઘાત

Hits: 19

રાજકોટ. રાજકોટ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં લોકડાઉનને કારણે ઉભી થયેલી આર્થિક ભીંસથી કંટાળી આત્મહત્યા કરી લેવાના ત્રણ બનાવ બન્યા છે. જેમાં ગીતાનગરના યુવાન અને નવાગામ છપ્પનીયા ક્વાર્ટરના મુસ્લિમ યુવાને ગળાફાંસો ખાઇને તથા મોરબી રોડ પર રહેતાં યુવાને ટ્રેન હેઠળ કપાઇને જિંદગીનો અંત આણી લેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. જ્યારે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતી 18 વર્ષની આરતીબેન શંકરભાઇ દાદલ નામની યુવતીએ ગત રાત્રે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ છે. તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, લોકડાઉનથી કંટાળી આરતીએ એસિડ પી લીધું હતું. જ્યારે જસદણની પુષ્કરધામ સોસાયટીમાં રહેતા દીપેન અનિલભાઇ વાઘેલા (ઉ.વ.19) નામના યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. યુવકના પરિવારજનોનો આક્ષેપ છે કે લોકડાઉનને કારણે આર્થિક ભીંસ અને બેકારીથી કંટાળી ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી છે.

રાજકોટ શહેરમાં આર્થિક ભીંસથી કંટાળી ત્રણએ જિંદગી ટૂંકાવી 

ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ગીતાનગર-5માં રહેતાં યુવાન પ્રફુલભાઇ રામજીભાઇ મકવાણા (ઉ.38)એ ગઇકાલે કોઠારીયા નજીક સાઇબાબા સર્કલ પાસે હિન્દુસ્તાન લિફટ સર્વિસ નામના કારખાનામાં પંખાના હુકમાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં આજીડેમ પોલીસ મથકના મનહરસિંહ, કલ્પેશભાઇ ચાવડા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. નવાગામ છપ્પનીયા ક્વાર્ટર શક્તિ સોસાયટી-8 કવાર્ટર નં. 56માં રહેતાં અશરફ રફિકભાઇ કુરેશી (ઉ.વ.30)એ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ 108ના ઇએમટી ચિરાગભાઇ પરમારે કરતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર અને મહેશભાઇએ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ અશરફ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. લોકડાઉનને કારણે સતત બે મહિનાથી તે ઘરે હતો. આત્મહત્યાના ત્રીજા બનાવમાં મોરબી રોડ પર રઘુવીર પાન પાસે રાધે બિલ્ડર્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતાં વિનોદભાઇ અમરશીભાઇ સોલંકી (ઉ.43) નામના માળી યુવાને મોરબી રોડ રેલવે ફાટક ગેઇટ નં. 120 નજીક ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવ અંગે રેલવે પોલીસના જયકુમાર રામીએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર તથા મહેશભાઇએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ વિનોદભાઇ ચાંદીકામની મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લોકડાઉનને કારણે ચાંદીકામની મજૂરી બંધ હોય આર્થિક ભીંસમાં મુકાઇ ગયા હતાં. આ કારણે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!