pgportal માં કરેલી ફરિયાદ નો નિકાલ જુઓ તો કેટલો અજીબ અને એકતરફો છે!!!

Hits: 4

લોકડાઉન ના સમયમાં કુમાર કાનાણી એ કરેલ કાયદાના ભંગ ની ફરિયાદ pgportal માં મેં કરેલી હતી. આજે એનો નિર્ણય આવ્યો. નિર્ણય ખુબ જ અજીબો ગરીબ અને આશ્ચર્યજનક છે. કારણ કે આ પોર્ટલ પર કરવામાં આવતી ફરિયાદો ને જેતે વિસ્તાર ના કમિશ્નર કે એસ.પો. ને જવાબદેહી બનાવી જવાબો મંગાવાય છે. અને ઉપર જવાબ આપવા માટે જે તે ફરિયાદ પર વિગતવાર તાપસ ના રિપોર્ટ પણ આપવામાં આવે છે.

પરંતુ આ ફરિયાદ ની અંદર કોઈ પણ કારણ વગર ફરિયાદ ને “Case Closed” નું ક્લોઝિંગ આપી ને ફરિયાદ દફ્તરે કરી દેવામાં આવી છે. આ ફરિયાદ ને જોઈએ તો જે કોઈ પુરાવા ફોટા છે તે તમામ લોકડાઉન ના નિયમો નો ભંગ છે. જયારે પણ કોઈ સામાન્ય વ્યક્તિ અગાશી માં કે શેરી માં 4 થી 5 જણા જોવામાં આવતા તો પણ ફરિયાદો કરી ને સામાન્ય માણસો ને જેલ હવાલે કર્યા છે. તો શું એક મંત્રી કાયદાનો ભંગ કરે તો કાયદો શું બેશરમો થઇ જાય છે ? અને આવા લોકો ને કોઈ પણ રીતે દંડિત કરી શકતો નથી ? તે એ કહેવું યોગ્ય નહિ રહે કે કાયદો ફક્ત સામાન્ય માણસો ને દંડિત કે પરેશાન કરવા માટે જ હોય છે!



આ પોર્ટલ નો ઉપયોગ હું છેલ્લા ઘણા વર્ષો થી કરું છું. આ પોર્ટલ પર મેં 42 કંમ્પ્લેઇન અત્યાર સુધીમાં કરી છે. જેમાંથી ઘણી ફરિયાદ ના સારા રિસ્પોન્સ મળ્યા છે. અને કાયદાકીય કાર્યવાહીઓ થઇ છે. માટે જ આ પોર્ટલ પર ભરોસો હતો કે આ પોર્ટલ ના માધ્યમથી આ ફરિયાદ દાખલ થવા ના ચાન્સ રહેશે.

પરંતુ આજે એ ભરમ તૂટી જ ગયો. શાષિત પક્ષ કોઈ પણ દિવસ તેના જ શાશક હિસ્સા ને કોઈ પણ પ્રકારે નુકશાન નહિ થવા દે, ભલે ને એના લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા રંગે હાથે પકડાય.

સંવિધાન બચાઓ, કાયદા બચાઓ, સામાન્ય લોકો ને બચાઓ, કેમ કે કાયદો નેતાઓ અને પહોંચેલી માયાઓ ને બચાવે છે.

  • K. D. Sheladiya (Advocate)
Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!