જાહેરમાં થૂંકવાના દંડથી બચવા અમદાવાદીઓએ લગાવ્યો આ જુગાડ, તમે પણ કરી શકો છો આ કામ.

Hits: 2

અમદાવાદના પાનના ગલ્લાવાળા પણ આ સ્પિટિંગ ગ્લાસથી થૂંકવાના મોટા દંડથી બચી શકે છે.

અમદાવાદ. અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જાહેરમાં થૂંકવા પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જાહેરમાં થૂંકનાર અને પાનના ગલ્લાવાળાને 200થી 10 હજાર સુધીનો આકરો દંડ ફટાકરાય રહ્યો છે. તેવામાં જાહેરમાં થૂંકવાના દંડથી બચવાનો જુગાડ કરવામાં આવ્યો છે. પાનના ગલ્લા પર થૂંકવા માટેનો ડિસ્પોઝબલ સ્પિટિંગ ગ્લાસ મળવા લાગ્યો છે. જેથી ગલ્લા પાસે કે જાહેરમાં થૂંકવાની જરૂર ન રહે અને દંડથી પણ બચી શકાય. આ સ્પીટ ગ્લાસની ડિમાન્ડ હવે શહેરમાં વધી રહી છે. આ ગ્લાસની ખૂબી એ છે કે તે થૂંકને શોષી લે છે.

ગ્લાસમાંથી ગંધ પણ દૂર થઇ જાય છે
કોરોનાના કારણે પાનના ગલ્લા અને બીજા જાહેર સ્થળો પર આડેધડ થૂંકીને ગંદકીની સાથે રોગચાળો પણ ફેલાતો હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકવા પર 200 રૂપિયા દંડ અને પાનના ગલ્લા પાસે થૂંકો તો 10 હજાર સુધીનો દંડ કર્યો છે. તેવામાં હવે બજારમાં થૂંકવા માટે ખાસ ડિસ્પોઝબલ ગ્લાસ વેચાવા લાગ્યા છે. જે કારમાં, ઘરમાં ઓફિસમાં કે અન્ય સ્થળે લ જઇ શકાય છે. આ ગ્લાસની ખૂબી એ છેકે, તેમાંથી થૂંકવાથી તે થૂંકને શોષી લે છે અને ગ્લાસ કોરો થઇ જાય છે. સાથે જ ગંધ પણ દૂર થઇ જાય છે. 

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!