માત્ર 2 માસ ની બાળકી પર સફળ શસ્ત્રક્રિયા કરતા ડો. વાછાણી

Hits: 27

પ્રાન્સી પ્રતીકભાઈ ગજ્જર નો જન્મ રાંધેજા હોસ્પિટલ માં તા. 29 માર્ચ ના રોજ થયો હતો. જન્મ બાદ તેને તારીખ 23 may ના રોજ ગાંધીનગર સિવિલ ખાતે રસી અપાવી હતી ત્યાર બાદ તેને પગે સોજો આવ્યો હતો સિવિલ ના dr એ તેમને બરફ લાગવાનું કહું હતું છતાં કોઈ ફરક ના પડતા અને બીજા 3 દિવસ એટલે કે 25- 26- 27 may ના રોજ દિકરી ને તાવ આવતા સિવિલ જતા હતા ત્યાર બાદ સિવિલ ખાતે તેને 28 may ના રોજ સવારે એડમિટ કરી હતી, સારવાર બાદ દિકરી ને તકલીફ વધારે છે તેને પગ માં ઇન્ફેકશન વધુ થઇ ગયું છે તેવું કેતા સાંજે dr વિઝિટ માં તેમને અમદાવાદ સિવિલ ખાતે લઇ જવાનુ કહ્યું હતું, કોરોના મહામારી માં અમદાવાદ સિવિલ માં કેશ વધુ હોવા ના લીધે પરિવાર તેમને ગાંધીનગર ની આસ્કા હોસ્પિટલ ખાતે સાંજે 6 વાગ્યાં પછી લઇ ગયેલ હતી, ત્યાં કોઈ સીનીઅર dr હાજર ના હતા ટેલિફોન પર વાત કરી દિકરી ને એડમિટ કરી હતી અને ત્યાર બાદ ત્યાં હાજર નર્સ એ એક લીકવીડ પગે લગાવતા વધુ ગરમ હોવા ના લીધે દિકરી ને ફોલ્લો પડી ગયો હતો અને 5-7 કલાક હોસ્પિટલ માં રાખવા છતાં કોઈ સીનીઅર dr ના આવતા બીજા દિવસ એ ત્યાં થી રજા લઇ લીધી હતી.

ત્યાર બાદ તેને તા. 29/05/2020 ના રોજ માણસા લઇ ગયેલ હતા, માણસા dr એ તેને પગ માં રશી વધુ થવાના લીધે ઓપેરશન કરવાનું જાણવાયું હતું, બીજા દિવસ એ 30/05/2020 ના રોજ સવારે 11 વાગે દિકરી નું ઓપેરશન કરી તેજ દિવસે તેને 4 વાગે રજા આપી દીધેલ હતી ને ત્યાર બાદ 2 દિવસ ગાંધીનગર થી માણસા રોજ ડ્રેસિંગ માટે જવાની ફરજ પડી હતી, 2 દિવસ ડ્રેસિંગ કાર્ય બાદ માણસા dr એ પણ જણાવ્યું કે રસી વધુ થઇ ગઈ છે અને હાડકા સુધી પહોંચિ છે તો આપ તેને અમદાવાદ હાડકા ના સર્જન જોડે લઇ જાવ,1 જૂન 2020 ના રોજ અમદાવાદ પણ dr જોડે જતા તેમને પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે અને ઓપરેશન કરવું પડશે કહી ને 4-5 લાખ ખર્ચ થશે તેવી વાત કરતા પરિવાર ને પલાસ્ટીક સર્જન પાસે જવાની સલાહ આપી અને ત્યાં પણ ગયા પછી ખર્ચ ખુબ વધુ હોવાથી અને પરિવાર ની આર્થિક પરિસ્થિતિ સારી નઈ હોવાથી તેને ઘરે લાવી દીધી હતી અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી સેવા કરીશુ તેવું કહી ને દિકરી ને જીવંત રાખવાની આશા પરિવારે છોડી દીધી હતી.

ત્યાર બાદ પ્રાનસી ના પિતા પ્રતીક ભાઈ એ તેમને મદદ મળી રહે તે માટે તેમના મિત્ર વૈભવ પટેલ ને જાન કરી અને વૈભવ પટેલ એ ગાંધીનગર ના સમાજ સેવક દીપક્ભાઇ વ્યાસ ને જાન કરતા તેમને ગાંધીનગર કુડાસણ ખાતે આવેલ Dr વિવેક વાછાણી સર ના ત્યાં તા. 02/06/2020 ના રોજ લઇ ગયેલ હતા અને ત્યારે દિકરી ની હાલત ખુબ ગંભીર હતી અને 104 ડિગ્રી તાવ, હૃદય ના ધબકારા 170-180 ની વચ્ચે હતા બાદ તેને દાખલ કરી આગળ ની સારવાર ચાલુ કરેલ હતી,દિકરી ને દાખલ કરી ડ્રેસિંગ કરતા ખબર પડી કે તેને પગ માં થી ખુબ રસી આવતી હતી અને ઢીચણ નો સાંધો સંપૂર્ણ ડૅમેજ થયેલ હતો, અને તેની પગ ની ઢાકણી બહાર આવી ગઈ હતી, દરરોજ પગ નું ડ્રેસિંગ કરવું પડતું હતું, ઈન્જેકશન દ્વારા પરુ સુકાય તેના માટેની હાઈ પાવર ની દવા આપવામાં આવતી હતી, દિકરી ને 28/06/2020 એ 26 દિવસ ના લાંબી સારવાર બાદ ઓપેરશન અને પ્લાસ્ટિક સર્જરી કરી રજા આપવામાં આવી, પ્રાન્સી નો કેશ વાછાણી સાહેબ એ ગણા બધા નિષ્ણાંત હાડકા ના dr, પ્લાસ્ટિક સર્જન, બાળકો ના dr સાથે વાત કરી હતી તેમાં 25 વર્ષ જુના અનુભવી dr એ પણ કહ્યું કે 2 મહિના ની નાની દિકરી ને પગ માં આટલુ ઇન્ફેકશન અને આવી હાલત આજ સુધી અમે નથી જોઈ ખુબ અલગ કેશ છે અને સિરિયસ પણ છે,છતાં આ ઓપેરશન ને dr વિવેક વાછાણી સર એ ખુબ સારી રીતે હાથ માં લઈને સોલ્વ કાર્યો છે dr ભગવાન હોય છે એવુ સાંભળ્યું છે પણ આજે જોયું પણ ખરું સાહેબ દ્વારા દિકરી ને ખુબ જ ઓછા પૈસા માં સારવાર કરી તેને જીવના જોખમ માંથી ઉગારિ લીધી હતી વિવેક વાછાણી ની સાથે પ્લાસ્ટિક સર્જન dr હર્ષવર્ધન પણ ખુબ મહેનત કરી ઓપરેશન ને સફળ કર્યું હતું, પ્લાસ્ટિક સર્જરી વખતે dr નું કેવું હતું કે આવો કેશ એમને પહેલી વાર કાર્યો છે જે 2 મહિના નું બાળક હોય અને આવી ગંભીર બીમારી થઇ હોય, મિત્રો dr વિવેક વાછાણી અને તેમના સ્ટાફ ની અથાગ મહેનત અને માનવતા ની મહેક ગૃપ ના દરેક મિત્રો ના સહકાર ના લીધે આજે એક દિકરી ને જીવતદાન મળ્યું છે, મિત્રો માનવતા ની મહેક ના ફાઉન્ડર દિપકભાઈ વ્યાસ ના જણાવ્યા અનુસાર ખાલી 23 કલાક માં જ દિકરી ના ઓપેરશન માટે તેમના ગ્રુપ માં 1, 86, 500 ભેગા થઇ ગયા હતા.

પ્રાન્સી પ્રતીકભાઈ ગજ્જર, માતા સ્મિતા પ્રતીક ભાઈ ગજ્જર

જન્મ : 29/03/2020
જન્મ સ્થળ : રાંધેજા સાર્વજનિક હોસ્પિટલ

Dr ટીમ
Dr. વિવેક વાછાણી, ઓર્થોપેડિક સર્જન
Dr. હર્ષવર્ધન, પ્લાસ્ટિક સર્જન
Dr. પ્રમોદ મેનન, પ્લાસ્ટિક સર્જન
એનેસથેટિક : અંકુર ચૌધરી

દિપકકુમાર જી વ્યાસ .
Rahul R vyas .
ફાઉન્ડર : માનવતા ની મહેક

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!