સુરત: નામચીન બુટલેગર કાલુની હત્યા કરનાર 5 ઝડપાયા, હત્યા કેમ કરી? કર્યો મોટો ખૂલાસો

Hits: 10

બુટલેગર પોતાના ઘરે ડીંડીલો ખાતે રાત્રે 11 વાગે પહોંચ્યા બાદ પોતાના ઘર બહાર પોતાની સ્વીફ્ટ ગાડી પાર્ક કરતાની સાથે 10 જેટલા લોકો તેના પર ઘાતક હથિયાર સાથે તૂટી પડ્યા હતા

શહેરના ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બુલટેગરની ડીંડોલી વિસ્તારમાં તેના ઘરની બહાર 10 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ગંભીર ઇજા સાથે આ બુટલેગરને સારવાર માટે ખસેડવામાં આવતા કરુંણ મોત થયું હતું. જોકે આ ઘટનામાં પોલીસે 5 લોકોની કરી ધરપકડ કરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર ખાતે છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર દારૂનો વેપાર કરતો નામચીન બુટલેગર શંકર ઉર્ફે કાલુ નીકમના ગતરોજ પોતાના ઘરે ડીંડીલો ખાતે રાત્રે 11 વાગે પહોંચ્યા બાદ પોતાના ઘર બહાર પોતાની સ્વીફ્ટ ગાડી પાર્ક કરતાની સાથે 10 જેટલા લોકો તેના પર ઘાતક હથિયાર સાથે તૂટી પડ્યા હતા, જેને લઇને તે ઇજાગ્રસ્ત હાલતમાં પોતાના ઘરમાં ભાગતા આ ઈસમો તેની પાછળ ઘરમાં દોડ્યા અને તેના પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટીયા હતા.

જોકે આ નામચીન બુટલેગર સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત થયું હતું. જોકે બીજી બાજુ ઘટનાની જાણકારી મળતા ડીંડોલી પોલીસ બનાવ વાળી જગ્યા પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં દારૂના ધંધામાં હરીફાઈને લઇને હત્યા થયાનું સામે આવતા પોલીસે તપાસ કરતા 5 લોકોની અટકાયત કરી છે. જેમાં આરોપીના નામ કિરણ ઉર્ફે માયા ઉર્ફે ગટલ્યા અશોકભાઈ ગંગારામ ઠાકરે, ગુરમુખસીંગ ક્રીપાલસીંગ સરદાર, સન્ની ઉર્ફે કિશન ઉર્ફ સોન્યા-બાપુરાતન પાટીલ, અક્ષય રવીન્દ્ર પાટીલ, રાકેશ ઉર્ફે રાકીયા દાદાભાઈ ભામરે, અજય ઉર્ફે અજુ સિરસાઠને પોલીસે ઝડપી પાડ્યા છે.

પૂછપરછ કરતા આરોપીઓએ પોલીસને વિગત આપી હતી કે, અજય ઉર્ફે અજુ સીરસાઠના મિત્ર ગણેશ વાઘ પર બે દિવસ પહેલા અતુલ અને મુબારકે જીવલેણ હુમલો કર્યો હતો, જે હુમલો શંકર ઉર્ફે કાલુ નિકમે કરાવેલ હોવાની શંકા રાખી શંકર ઉર્ફે કાલુ નીકમને મારવાનો પ્લાન બનાવ્યો હતો.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!