સુરત મહાનગર પાલિકાનો વ્હોટ્સએપ ફરિયાદ નંબર માત્ર દેખાવ માટે છે? જનતાની ફરિયાદ તો સાંભળવામાં આવતી નથી.

Hits: 98

સુરત મહાનગર પાલિકા દ્વારા જનતાની પાયાની સમસ્યાઓ અને ફરિયાદોના માટે એક વ્હોટ્સએપ નંબર જાહેર કરવામાં આવેલ છે. સુરત મહાનગર પાલિકા દ્વારા એવા દાવા કરવામાં આવી રહયા છે કે તમે તમારી આસપાસનું ગેરકાયદે બાંધકામ હોય કે પછી ગટર કે પાણી કે પછી વીજળી કે રસ્તા ને લગતી ફરિયાદ હોય તમારી તમામ ફરિયાદોના ફોટા પાડીને મહાનગર પાલિકાને ફરિયાદ કરો તમારી સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવામાં આવશે.
પરંતુ “સત્યકામ” ટીમના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સુરત મહાનગર પાલિકાના દાવાની ખુબ જ ગંભીર લાપરવાહી સામે આવી છે.
સુરત મહાનગર પાલિકાને શહેરના પર્વત પાટિયા વિસ્તારની વ્હોટ્સએપ નંબર 7623838000 પર એક ગેરકાયદે બાંધકામની ફરિયાદ ચાલુ વર્ષના માર્ચ મહિનામાં આપવામાં આવેલ હતી જેનો ફરિયાદ નંબર 555/4202039593 છે. પરંતુ 6 મહિના વીતી જવા છતાં પણ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓ નથી તો ગેરકાયદે બાંધકામનો સર્વે કરવા આવ્યા કે નથી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી.
સુરત મહાનગર પાલિકાના હેલ્પલાઇન સેન્ટર દ્વારા આ ફરિયાદ ડુંભાલ વોર્ડ ઓફિસના ડી. એન. ગોહિલ નામના કર્મચારીને ફોરવર્ડ કરવામાં આવી. ફરિયાદીએ ડી.એન.ગોહિલ નો ફોન પર રૂબરૂ સંપર્ક કરીને ફરિયાદ અંગે જણાવ્યુ તો તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે મારી પાસે અત્યારે સમય નથી તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવાનો સમય મળશે તો કરીશ। એમ કરીને 6 મહિના સુધી ડી. એન. ગોહિલ દ્વારા કોઈ જ કામ કરવામાં ન આવ્યુ. અને ફરિયાદનો કોઈ જ નિકાલ લાવ્યા વગર જ કરી દેવામાં આવી. થોડા દિવસ અગાઉ જ ફરીથી ફરિયાદ આપવામાં આવી જે ફરીથી ડી. એન ગોહિલ નામના કર્મચારીને જ ફોરવર્ડ કરવામાં આવી.
પોતાની ફરજ ભૂલેલા આ કર્મચારીની ફરિયાદ મહાનગર પાલિકાના હેલ્પલાઇન નંબર પાર કરવામાં આવી તો તેમણે આવા કર્મચારી પર પગલાં લેવાની જગ્યા એ આ ફરિયાદ અન્ય કર્મચારીને ફોરવર્ડ કરી દેવામાં આવી. તેમણે પણ કોઈ જ કાર્યવાહી ન કરી તો ત્રીજા કર્મચારીને ફરિયાદ ફોરવર્ડ કરવામાં આવી.
ફરિયાદને 6 – 6 મહિના વીતી જવા છતાં પણ હજુ સુધી આ ફરિયાદ પર સુરત મહાનગર પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેથી સવાલ એ ઉઠે છે કે સ્માર્ટ સિટીના દાવા કરતી સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ વ્હોટ્સએપ નંબર શું માત્ર શોભાના ગાંઠિયા સમાન છે? વિકાસના મોટા મોટા દાવા કરતી મહાનગર પાલિકા શું એક ગેરકાયદે બાંધકામ પણ હટાવી શકતી નથી?

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!