તક્ષશિલા કાંડ: હિમાંશુ ગજ્જરના 45 દિવસના જામીન મંજૂર કરાયા

Hits: 80

સુરત: તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં પાલિકાના અધિકારી હિમાંશુ ગજ્જરની વચગાળાની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરાઇ છે. બચાવ પક્ષના વકીલો દ્વારા દાદ માગવામાં આવી હતી કે હિમાંશુ ગજ્જરને 80 ટકા જેટલું હાર્ટ બ્લોકેજ હોય ઓપરેશન કરાવવું જરૂરી છે. નોંધનીય છે કે અગાઉ સેશન્સ કોર્ટમાં આ અંગેની એક જામીન અરજી નામંજૂર કરાઇ હતી.

સરસાણાના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતા. આગ  લગાવાની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી જેમાં 13થી વધુ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. મોટાભાગના આરોપીઓની જામીન અરજી ચાર્જશીટ પહેલાં અને બાદમાં પણ નામંજૂર કરાઇ હતી. આરોપીઓને સુપ્રીમમાથી પણ રાહત મળી ન હતી.

તાજેતરમાં જ આરોપી દ્વારા કરવામાં આવેલી અરજી કોર્ટે મંજૂર કરવામાં આવી હતી કોર્ટે  ચુકાદામાં ટાંક્યુ હતુ કે મેડિકલ પેપર જોતા લાગે છે કે 80 ટકા હાર્ટ બ્લોક હોય સર્જરીની જરૂર છે.

આરોપીએ પોતાના ખર્ચે અને પોતે સિલેક્ટ કરેલી હોસ્પિટલમાં સર્જરી કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આથી 45 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવે છે. આરોપીએ પાંચ હજારના પર્સનલ બોન્ડ આપવાના રહેશે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!