ફેસબુક પર ચાલતા “અપના અડ્ડા” ને પાંચ વર્ષ અને પચાસ હજાર સભ્યો જોડવાની સિદ્ધી

Hits: 36

ક્રિએટિવ રાઇટિંગ નું એક અનોખું ગ્રુપ એટલે “અપના અડ્ડા”

=> જાગુ પટેલે પૂર્વ એડમીન હોવાના નાતે મને ઉપરોક્ત શિર્ષક પર પોસ્ટ લખવા માટે આમંત્રણ આપ્યુ. તે બદલ આભાર.

=> શરુઆત હું અડ્ડામાં આવ્યા પહેલાં શું હતી અને અડ્ડામાં આવ્યા, વાંચ્યા, વિચાર્યા બાદ મારા વ્યક્તિત્વમાં શું બદલાવ આવ્યો તે જણાવુ.

=> મારા વ્યક્તિત્વમાં બદલાવના ૩ તબક્કાઓ હતા.

(૧). કોલેજ સુધી સખત આસ્તિક હતી. અઠવાડીયે મંદિરે જવું, દીવાબત્તી કરવી, શ્લોક બોલતા-બોલતા રોજ કલાક સુધી માળા કરવી, સુર્યને પાણી ચડાવવુ, મમ્મી પપ્પાને પગે લાગીને અને જય માતાજી કહીને જ બહાર નીકળવું વગેરે…વગેરે. આ તબક્કો એવો હતો કે ભગવાન કે ધર્મ પર કોઇ સવાલ જ ના કરાય. જે શાસ્ત્રોમાં લખ્યું છે, થોપ્યું છે તે જ સાચું. ઘરમાં બધા મને બામણ કહેતા. એ વખતે ગર્વ પણ થતો. ઘરમાં કોઇ નવી વસ્તુ આવે તો પુજન ય મારા હાથે કરતા અને વળી હું બદલામાં દક્ષીણા પણ માંગતી.

(૨). એમ.એમાં અલગ-અલગ પુસ્તકો વાંચતી ત્યારે ધર્મનું સ્ત્રીઓ પર જે પ્રભુત્વ છે, દમન છે તે સમજતી થઇ. વાંચીને આઘાત લાગતો કે આવું આપણાં શાસ્ત્રોમાં જ લખેલું છે કે સ્ત્રીઓ સાથે આવો વ્યવહાર કરવો. આ તબક્કામાં ઘર્મ પર, ભગવાન પર શંકા કરતી થઇ, સવાલ પૂછતી થઇ.

(૩). આ શંકા કે સવાલોનો તબક્કો ઘણો લાંબો ચાલ્યો. એવામાં મિત્ર હેમાંગે મને આ ગ્રુપમાં એડ કરી(હેમાંગને અડ્ડામાં ૬ મહિના જેવું થઇ ગયું હતું). અહીં પોસ્ટ્સ કે ટીપ્પણી જોઇ વધારે આશ્ચર્ય થયું. આ ગ્રુપમાં તો ભગવાનના અસ્તિત્વ પર જ સવાલ કરવામાં આવી રહ્યા હતા.બીજા તબક્કામાં હું એ સમજી કે ભગવાનને સવાલ કરી શકાય. જ્યારે ત્રીજા તબક્કામાં એ જ સવાલ છે કે શું ખરેખર ભગવાન છે?!

=> વિચારતા/તર્ક કરતા શીખી અને મેં પણ લખવાનુ શરુ કર્યુ. મારું લખાણ-વિચારો એડમીનોને પસંદ આવવા લાગ્યા અને મેં ક્યારેય વિચાર્યુ નહોતો એવો પ્રસંગ બન્યો.

મને એડમીન પદ સંભાળવા માટે આમંત્રણ મળ્યુ અને મેં સહર્ષ સ્વીકાર્યુ. (જેણે મને એડ કરેલી એનાથી પહેલાં એડમીન બની.😜😜)

=> એડમીન તરીકેની યાત્રા પણ સુંદર હતી. એમાં પણ થોડા ઉતાર-ચઢાવ છે. પહેલાં મોડરેટર બની, પછી પ્રમોશન થયુ ને એડમીન બની, એક મુદ્દે એડમીનો સાથે મતભેદ થતા ગુસ્સામાં એડમીન પદ છોડી દીધુ. થોડા મહીનાઓ બાદ કિરણ ત્રિવેદીએ મતભેદો ભૂલી ફરી એડમીન પદ સંભાળવા આમંત્રણ આપ્યુ. અને આ વખતે પણ એક વર્ષ એડમીન તરીકે રહ્યા બાદ રાજીનામુ આપ્યુ. 😃😃 જો કે આ વખતે રાજીનામુ આપવાનું કારણ વ્યસ્તતા હતુ.

અપના અડ્ડાને પાંચ વર્ષ અને પચાસ હજાર સભ્યો જોડવાની સિદ્ધી સર કરવા બદલ અભિનંદન. 💐

લેખક: ભાગ્યશ્રી રાજપુત

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!