ભાજપ નું કોંગ્રેસીકરણ રાજકારણ ની ગરિમાનું અને લોકોના વોટનું અપમાન છે.

Hits: 15

રાજકારણ માં ઘણા એવા નેતાઓ છે જે કાર્યકર થી નેતા સુધી એક ની એક જ પાર્ટી માં રહ્યા છે. કોઈ એક પાર્ટી માંથી જયારે કોઈ નેતા બીજી પાર્ટી માં જોડાય છે ત્યારે પાર્ટી ને તો નુકશાન થાય જ છે. પરંતુ એનાથી વધુ મોટું નુકશાન એ છે કે જે લોકો એ એ વ્યક્તિ માં આશાનું કિરણ જોયું હોય છે અને વોટ આપ્યા હોય છે એ વોટ નું એ અપમાન છે.

સામાન્ય માણસ ના જૂથ માંથી જયારે કોઈ એક વ્યક્તિ નેતા બની ને ઉભરી આવે છે ત્યારે તે એ સમગ્ર જૂથ નો જ નહીં પણ એ જે વિસ્તાર માંથી ચૂંટણી લડે છે એ વિસ્તાર ના તમામ લોકો ને જવાબદેહ થઇ જાય છે. પરંતુ આપણે અહીંયા પણ એક થાપ ખાઈએ છીએ. આપણે પોલિટિકલ પાર્ટી ના હોદ્દેદાર ને નેતા ગણીએ છીએ. ખરેખર એ જનપ્રતિનિધિ છે. જે તે વિસ્તાર ની જનતા સરકાર ચલાવવા અને તે સરકાર માં તે વિસ્તાર ના લોકો ના પ્રશ્નો ને મુકવા માટે એક પ્રતિનિઘી નો ચુનાવ કરે છે. એ જનપ્રતિનિધિ નું કાર્ય એ વિસ્તારના લોકો ના પ્રશ્નો ને સરકાર માં પહોંચાડી એ પ્રશ્નો ના ઉત્તર મેળવવાનું કામ હોય છે. પરંતુ જનતા એને લીડર ગણે છે. અને આ નેતાઓ ભ્રમ ઉભો કરી એ જ જનતા ને પોતાના ગુલામ સ્વરૂપે જુએ છે.



જયારે જયારે નાના કે મોટા ઈલેક્શન નો માહોલ આવે છે ત્યારે ત્યારે ટીવી માં, અખબારો માં, વેબ પોર્ટલ માં અને સોસીયલ મીડિયા માં નેતાઓ એ પાર્ટી બદલ્યા ના સમાચારો ની ધૂમ મચી જાય છે.

આપણે જે નેતાઓને ચૂંટી ને વિધાનસભા, સંસદ સભામાં મોકલીએ છીએ એ નેતાઓ એ જ “પક્ષાંતર ધારા” ને ફક્ત આંધળો જ નહિ પરંતુ લૂલો-લંગડો અને બેરો બનાવી દીધો છે. જેને કારણે પક્ષ પલ્ટુ નેતાઓ પર ની લગામ ઢીલી થઇ ગઈ છે અને આવા નેતાઓ પ્રજાને અંધારામાં રાખી ને પોતાના નિહિત સ્વાર્થ માટે પક્ષપલ્ટા કરતા જોવા મળે છે.

સમગ્ર દેશમાં પક્ષપલ્ટા ના દર ને જોવા જઈએ તો સૌથી વધુ પક્ષપલટો કોંગ્રેસી નેતાઓ દ્વારા કરવા માં આવ્યો છે. ભારત ના મોડેલ ગણાતા આપણા રાજ્ય ગુજરાત માં આ દર ખુબજ ઊંચો જોવા મળે છે.

ગુજરાત ના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્યો પૈકી 65 ધારાસભ્યો આજે ભાજપ માં છે. આ તમામ ધારાસભ્યો ની હેરફેર માં ભાજપ ને ખુબ જ મોટો ફાયદો થયો છે અને સતત 25 વર્ષ થી ગુજરાત માં રાજ કરતી જોવા મળી છે. અને એટલા માટે જ ભાજપ ના મૂળિયાં ગુજરાત માં ખુબ ઊંડા ઉતરી ગયા છે. જેને ઉખેડવા હવે ખુબ જ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.

ગુજરાત માં લોકો ત્રીજા પક્ષ પર ભરોસો કરતા નથી, અને જેના પાર કરે છે એ તમામ નેતાઓ દગાખોર જ નીકળે છે. તેમ છતાંય લોકો એવા ને એવા નેતાઓ ને જ વોટ આપી ને ફરી ખુરશીએ બેસાડે છે. એક રીતે આજે આભાસી ગુલામી પ્રથા જ લાગુ છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!