65 વર્ષ જૂના કાયદામાં સંશોધન અને ફેરફાર કરશે સરકાર, ખેડૂતોને થશે ફાયદો

Hits: 298

કોરોના સંકટના આ સમયમાં કેન્દ્ર સરકાર દ્વ્રારા 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજની ફાળવણી માટે નાણામંત્રી નિર્મલા સિતારામન છેલ્લા ત્રણ દિવસથી દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરે છે. જે અંતર્ગત શુક્રવારે જ્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી તો તેમાં 65 વર્ષ જૂના કાયદામાં સંશોધન અને બદલાવની જાહેરાત કરી. ખેડૂતોને તેમની ખેતપેદાશોનું ઉચિત વળતર મળે તે માટે સરકારે એસેંશિયલ કમોડિટી એક્ટમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે અનાજ, ખાદ્ય તેલ, તલ, દાળ, બટાટા, ડૂંગળી જેવી ખેતપેદાશોને નિયંત્રણમુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આ બધી પેદાશોના બજાર ભાવમાં હવે સરકાર કોઇ હસ્તક્ષેપ કરશે નહીં.

સાડા છ દશક જૂના નિયમમાં બદલાવ બાદ આ વસ્તુઓ નિયંત્રણમુક્ત બનશે, ઉપરાંત તેના પર સ્ટોક લિમિટ પણ નહીં રહે. જેનો સીધો અર્થ એવો થઇ શકે કે આ બધી વસ્તુઓનું ખરીદ વેચાણ ખેડૂતો પોતાની રીતે ભાવ નક્કી કરીને કરી શકશે. જે કે સરકાર થોડા થોડા સમયે આ ભાવોની સમીક્ષા કરતી રહેશે. જો જરુર પડશે તો નિયમોને વધારે કડક બનાવવામાં આવશે. અત્યાર સુધી એસેંશિયલ કમોડિટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને સાત વર્ષની સજા અને દંડ કરવામાં આવતો હતો.

નિર્મલા સિતારામને જણાવ્યું કે એસેંશિયલ કમોડિટી એક્ટને 1995ના વર્ષમાં બનાવવામાં આવ્યો હતો. તે સમયે દેશમાં અનાજની તંગી હતી.જ્યારે વર્તમાન સમયે દેશના ખેડૂતોને તેમની પેદાશનું ઉચિત મૂલ્ય આપવું જરુરી છે. જેથી હવે આ બધી પેદાશોના ભાવને સરકાર નિયંત્રિત નહીં કરે. ખેડૂતો પોતાની રીતે નક્કી કરીને ખરીદ વેચાણ કરી શકે છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!