200 વર્ષથી પણ વધારે જૂનો જમીન વિવાદ આજે બન્યો ભારત – નેપાળ વચ્ચે સંઘર્ષનું કારણ, જાણો ઇતિહાસ.

Hits: 16

આ માર્ગ દ્વારા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવર યાત્રા માટે જાય છે, લિપુલેખમાં રોડ બનવાથી હવે આ યાત્રા માત્ર ત્રણ દિવસમાં થઈ શકશે.2015માં, જ્યારે ભારતે લિપુલેખ માર્ગ દ્વારા ચીન સાથેના વેપાર માર્ગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, ત્યારે નેપાળે કરાર પહેલાં તેની સલાહ ન લેવાનો વાંધો ઉઠાવ્યો હતો.

નવી દિલ્હી. ભારત-નેપાળ વચ્ચે ફરી એક વાર સરહદોને લઈને વિવાદ થયો છે. આ વખતે વિવાદનું એક કારણ છે- રોડ. આ રોડ ઉત્તરાખંડ-નેપાળ સરહદ નજીક ઘટિયાબગઢથી લિપુલેખ પાસ વચ્ચે બની રહ્યો છે. તેની લંબાઈ 80 કિમી છે. 
નેપાળ ત્રણ દિશાઓથી ભારતથી ઘેરાયેલું છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. ભારત અને નેપાળ વચ્ચે 1 હજાર 808 કિમી લાંબી સરહદ છે. તે પછી પણ વિવાદ કેમ? તો તેનું કારણ એ છે કે નેપાળ લિપુલેખને પોતાનો હિસ્સો કહે છે અને આ રસ્તાના બાંધકામમાં વાંધો ઉઠાવી રહ્યું છે.
અમે ભારત-નેપાળ સરહદ વિવાદને વધુ સમજાવીશું. પરંતુ તે પહેલા એ સમજો કે આ રસ્તો કેમ બનાવવામાં આવી રહ્યો છે?
લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે કૈલાસ માનસરોવર યાત્રા માટે જાય છે. આ કૈલાસ માનસરોવર તિબેટમાં છે. તે જ તિબેટ, જેના પર ચીન તેની સત્તાનો ભાર મૂકે છે.
કૈલાસ માનસરોવરની મુલાકાત માટે આપણી પાસે ત્રણ રસ્તા છે. પહેલો રસ્તો સિક્કિમનો નાથુલા પાસ છે. બીજો રસ્તો નેપાળ છે. અને ત્રીજો રસ્તો છે ઉત્તરાખંડ.

9 મેના રોજ વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખ નેપાળનો ભાગ છે.

સિક્કિમના નાથુલા પાસ અને કૈલાશ માનસરોવર વચ્ચે 90 કિલોમીટરનું અંતર છે. જ્યારે નેપાળ દ્વારા માનસરોવર યાત્રા કાઠમંડુથી શરૂ થાય છે અને ત્યાંથી માનસરોવરનું અંતર 540 કિમીથી વધુ છે.
જોકે, લિપુલેખથી માનસરોવર સુધીની યાત્રા માત્ર 90 કિમી છે. નેપાલ અને સિક્કિમ થઈને માનસરોવરની મુસાફરીમાં 20 દિવસથી વધુનો સમય લાગે છે. અને લિપુલેખમાં રસ્તો હોવાને કારણે હવે આ યાત્રા ફક્ત ત્રણ દિવસમાં થઈ શકશે.
તેથી સિક્કિમ અને નેપાળની સરખામણીએ ઉત્તરાખંડ વાળો રસ્તો ટૂંકો છે. તેનો અન્ય ફાયદો એ છે કે અન્ય બે રૂટની સરખામણીએ તેનો મોટાભાગનો હિસ્સો ભારતમાં આવે છે.
હવે એ પણ સમજો કે ઉત્તરાખંડ માર્ગના પણ ત્રણ ભાગ છે. પ્રથમ ભાગ- પિથોરાગઢથી તવાઘાટ. તેની લંબાઈ 107 કિલોમીટર છે. બીજો ભાગ છે- તવાઘટથી ઘટિયાબગઢ. જે 19.5 કિલોમીટર લાંબો છે. અને ત્રીજો ભાગ છે- ઘટિયાબગઢથી લિપુલેખ પાસ. જેની લંબાઈ 80 કિલોમીટર છે. 
પિથોરાગઢથી તવાઘાટ સુધી રોડ જ છે. પરંતુ તવાઘાટથી ઘટિયાબગઢ વચ્ચે સિંગલ લેન છે. અને જે ત્રીજો ભાગ છે ઘટિયાબગઢથી લિપુલેખ, તેમાં 80 કિલોમીટરમાંથી 76 કિલોમીટરમાં રોડ બની ગયો છે. અને આ વર્ષના અંત સુધીમાં બાકીનો રોડ પણ બની જશે. આ રોડ બનાવવામાં એટલો સમય લાગવાનું કારણ એ છે કે આ આખો પહાડી વિસ્તાર છે.
આ રોડનું ઉદ્દઘાટન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 8 મેના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યુ હતું. ત્યારે જ નેપાળને આ રસ્તાના બાંધકામ પર વાંધો ઉઠાવ્યો હતો.
નેપાળને વાંધો કેમ છે?
લિપુલેખ પાસ ભારતીય સરહદના અંતમાં આવે છે. રોડનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં ભારત, નેપાળ અને ચીન (તિબેટ) ની સરહદ મળે છે.
જ્યારે રાજનાથસિંહે 8 મેના રોજ રસ્તાનું ઉદ્ઘાટન કર્યું, બીજા દિવસે એટલે કે 9 મેના રોજ નેપાળના વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને તેના પર વાંધો ઉઠાવ્યો.

દાવો કર્યો હતો કે લિપુલેખ નેપાળના ભાગમાં આવે છે. તેથી, રસ્તાનું બાંધકામ ખોટું છે. આમાં નેપાળે માર્ચ 1816માં થયેલ સુગૌલી સંધિનો પણ ઉલ્લેખ કર્યો હતો.
નેપાળના વિદેશ મંત્રાલયે લખ્યું છે કે મહાકાળી નદીનો પૂર્વી ભાગ નેપાળનો છે. તેમાં ફક્ત લિપુલેખ જ નહીં કાલાપાની અને લિમ્પિયાધુરા પણ શામેલ છે.
પરંતુ આ વિવાદનું કારણ છે મહાકાલી નદી. જેને ભારતમાં શારદા નદી પણ કહેવાય છે. મહાકાલી નદી જે છે, તે કોઈ અલગ અલગ ધારાઓમાંથી બનેલી છે. એવામાં તેના ઉદ્ધગમ સ્થળ અંગે અલગ અલગ મત છે.
નેપાળનો દાવો છે કે મહાકાલી નદીની મુખ્ય ધારા લિમ્પિયાધુરાથી શરૂ થયા છે. એટલા માટે તેને ઉદ્ધગમ સ્થળ માનવામાં આવે છે. કારણ કે ઉદ્ધગમ સ્થળ લિમ્પિયાધુરા છે. લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની નેપાળનો ભાગ થાય. 
જ્યારે ભારત કહે છે કે મહાકાલી નદીની તમામ ધારાઓ કાલાપાની ગામમાં આવીને ભળે છે. એટલા માટે તેમે જ નદીનું ઉદ્ધગમ સ્થળ માનવામાં આવે. ભારત એવું પણ કહે છે કે સુગૌલી સંધિમાં મુખ્ય ધારાને નદી માનવામાં આવી હતી. એવામાં લિપુલેખને નેપાળનો ભાગ માની લેવો એ ખોટું છે.

1816 પહેલા નેપાળનો નકશો.

હવે વાત કરીશું સુગૌલી સંધિની 
સુગૌલી સંધિને જાણવા માટે ઈતિહાસમાં જવું પડશે. 1765માં નેપાળમાં પૃથ્વીનારાયણ શાહે ગોરખા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેમના જ નેતૃત્વમાં ગોરખોએ નેપાળના નાના રાજા રજવાડા અને સામ્રાજ્યને જીતીને એક કરી દીધા.
 ત્યારબાદ 1790માં ગોરખોએ તિબ્બત પર આક્રમણ કરી દીધું હતું. ચીને તિબ્બતનો સાથ આપ્યો અને 1792માં ગોરખોને સંધિ કરવા માટે મજબૂર કર્યા હતા. 
ત્યાંથી હાંકી કાઢ્યા બાદ ગોરખો ભારત તરફ વળ્યા અને 25 વર્ષમાં જ ગોરખોએ ભારતના સિક્કીમ, ગઢવાલ અને કુમાઉ પર પોતાનો હક જમાવ્યો હતો. 
એ વખતે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું. જેથી ઈસ્ટ ઈન્ડિયા કંપની અને નેપાળ વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. આ લડાઈ 1814થી 1816 સુધી ચાલી હતી. આ લડાઈમાં નેપાળે પોતાનો બે તૃતાંઉશ ભાગ ગુમાવ્યો હતો. જો કે એ ભાગ એ જ હતો જે નેપાળે ભારત પાસેથી છીનવ્યો હતોય 
લડાઈ વચ્ચે જ 2 ડિસેમ્બર 1815ના રોજ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને નેપાળ વચ્ચે સુગૌલી સંધિ થઈ હતી સુગૌલી એક શહેર છે જે બિહારના ચંપારણમાં છે. આ સંધિ અહીં જ થઈ હતી. 
કંપની તરફથી આ સંધિ પર લેફ્ટિનન્ટ કર્નલ પેરિસ બ્રેડશ અને નેપાળ તરફથી રાજગુરુ ગજરાજ મિશ્રએ હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ પર હસ્તાક્ષર તો 1815માં થઈ ગયા હતા, પણ આ સંધિ 4 માર્ચ, 1816ના રોજ અમલમાં આવી હતી.
આ સંધિ હેઠળ નેપાળને સિક્કિમ, ગઢવાલ અને કુમાઉ પરથી પોતાનું નિયંત્રણ છોડવું પડ્યું હતું. અંગ્રેજો સાથેની લડાઈ પહેલા નેપાળે પશ્વિમમાં સતલજ નદી અને પૂર્વમાં તિસ્તા નદી સુધી પોતાનો હક જમાવ્યો હતો. પણ ત્યારપછી તેમનો હક પશ્વિમમાં મહાકાલી અને પૂર્વમાં મૈચી નદી સુધી સિમિત થઈ ગયો હતો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!