RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો, લોકડાઉનમાં કેટલા શ્રમિક ફસાયા તેનાં મોદી સરકાર પાસે નથી કોઈ આંકડા

Hits: 22

હાલમાં લોકડાઉનમાં જે શ્રમિકો ફસાયા છે તેને લઈને સરકાર પાસે કોઈ આંકડા નથી. 5 મે 2020ના રોજ યોજાયેલી RTIમાં આ ચોંકાવનારો ખુલાસો થયેલો જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે 8 એપ્રિલે 20 ક્ષેત્રીય કાર્યાલયને સરક્યુલર જાહેર કરાયો છે અને સાથે જ 3 દિવસમાં પ્રવાસી શ્રમિકના આંકડા એકઠા કરવા નિર્દેશ પણ કરવામાં આવ્યો હતો.

  • RTIમાં ચોંકાવનારો ખુલાસો
  • સરકાર પાસે નથી પ્રવાસી શ્રમિકોના આંકડા
  • 5 મેએ થઈ હતી RTI, કહ્યું વિભાગ પાસે નથી કોઈ આંકડા

લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે આ દરમિયાન સ્થળાંતર કરી રહેલા મજૂરોએ સૌથી વધુ અગવડ ભોગવી હતી.  જેઓ સેંકડો કિલોમીટર દૂર તેમના ઘરો તરફ ચાલ્યા ગયા. કેટલાક કામદારો આ સમયમાં મરણ પામ્યા હતા. મજૂરો માટે કામ કરતી સંસ્થા, આવા લગભગ 37,000 લોકોને એકત્રિત કર્યા. આ સંસ્થાએ શ્રમિકો પાસે ફોન, અનાજ, કપડાં વગેરેનો કેટલો સ્ટોક છે તેની માહિતી પણ ભેગી કરી હતી. કેટલીક અતિ દુઃખદ વાતો પણ સામે આવી હતી. સંસ્થા જરૂરિયાતમંદ મજૂરોને મદદ કરવાનું કામ કરી રહી છે. 

ઉતાવળમાં લેવાયું હતું આ પગલું

એકતરફ લોકડાઉનમાં મજૂરો ફસાયા હતા અને અન્ય તરફ સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન પણ દર્દનાક હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના આઘારે મુખ્ય શ્રમ આયુક્તે 8 એપ્રિલે એક સરક્યુલર જાહેર કર્યો હતો. જેમાં 3 દિવસમાં એટલે કે 11 એપ્રિલે લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની ગણતરીનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રાજ્યવાર આંકડાની નોંધણી કરવાની હતી. તેનું ફોર્મેટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

આંકડાને લઈને મળ્યો આ જવાબ

5 મેના રોજ યોજાયેલી આરટીઆઈમાં કેન્દ્રીય લોક સૂચના અધિકારીએ પાંચ સવાલોના સંક્ષેપમાં જવાબ આપ્યા અને કહ્યું કે અમારી પાસે કોઈ આંકડા નથી. દહેરાદૂન, દિલ્હી, મુંબઈના અધિકારીઓ પાસે પણ આ સરક્યુલરને લઈને કોઈ જવાબ આરટીઆઈ વિભાગને મળ્યો નથી.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!