વરાછામાં સરકારી કોલેજ મેળવવાના આંદોલનની સફળતા બાદ ક્રેડિટ ખાવા ચારેબાજુ થી લોકો ઉમટી પડ્યા, જાણો શું છે હકીકત…

Hits: 8

વરાછા વિસ્તારમાં સરકારી કોલેજનો વિચાર જો કોઈનો હોય તો એ સૌના કાકા કમલેશ ધામેલીયા હતા ત્યારબાદ તેમની સલાહ બાદ મને થયું ખરેખર આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે જે બાબત મેં મારા સાથી મિત્ર રોહિત તળાવિયા ને કહી અમારા ગ્રુપમાં પ્રસ્તાવ મુક્યો ત્યારબાદ અમે ધારાસભ્ય, મેયર, કલેકટરને કોલેજની માંગણી બાબતે રૂબરૂ મળી લેખિત રજૂઆતો કરી અને તાત્કાલિક અમારા ગ્રુપની મિટિંગ સીતાનગર ખાતે બોલાવી આગળનું આયોજન બાબતે ચર્ચા કરી.

આ મિટિંગ માં નક્કી કર્યું આપણે વરાછાની વિવિધ સોસાયટીમાં જઈને ત્યાં પ્રમુખો સાથે મિટિંગો કરીએ અને એમને આ બાબતે વિચારી પોતાની સોસાયટીના લેટરપેડ ઉપર સરકારને પત્રો લખવા કહ્યું આ કેમ્પઈનમાં કુલદીપ શેલડીયા, દર્શિત કોરાટ, મયુર હરખાણી તેમજ બીજા અનેક મિત્રો જોડાયા અને અમે 150 કરતા વધારે સોસાયટીનું સમર્થન મેળવ્યું આ કેમ્પેઈન દરમિયાન એક વકતા અને કર્ણ જેવો જાંબાઝ મિત્ર જીગર સાવલિયા મને મળ્યો જેમણે એકલ 30 થી વધારે સોસાયટીમાં જઈને લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા અને સોસાયટીના લેટરપેડ ઉપર સમર્થન મેળવ્યું. હવે આ માંગ ધીમે ધીમે વેગ પકડતી હતી ત્યારે વરાછાના કોર્પોરેટરોએ પણ લેખિતમાં સરકારને રજુઆત કરી.માંગણીએ વેગ પકડ્યો અને હવે કાયદાકીય સલાહની જરૂર હતી તયારે નેશનલ યુવા સંગઠન ના સભ્યો એવા હિતેશ જાસોલીયા, અજય પટેલ, હિરેન પેથાણી, ધાર્મિક માલવિયા અને રાજ મહાજન એ મને RTI કેમ કરાય, કેવી રીતે કરાય એ બાબતે માર્ગદર્શન આપ્યું અને હું RTI એક્ટિવિસ્ટ બન્યો એમની સલાહથી મેં સરકારી કોલેજ માટેના જમીનના વિકલ્પો, દર વર્ષે કોલેજમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યાઓ બાબતે માહિતી મેળવી અને સરકારનું ધ્યાન દોર્યું.

આ માંગણી ઝડપથી વેગ પકડે એ માટે તિરંગા રેલીના માધ્યમથી વરાછા સરકારી કોલેજની માંગ માટે મોટા વરાછા આનંદધારા આશ્રમથી નેશનલ યુવા સંગઠનના સહયોગથી રેલીનું આયોજન કરી લોકોમાં જાગૃતિ આવે એ માટે કાર્ય કર્યું. ત્યારબાદ ગોપાલ ઈટાલીયાની પ્રેરણાથી દર અઠવાડિયે સરકારનું ધ્યાન આ બાબતે દોરાય એ માટે અઠવાડિયાના દર ગુરુવારે મેં સરકારને પત્ર લખ્યા ( અંદાજે 60-70 ) અને સતતને સતત સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો આજે જ્યારે જાણ થઈ કે સરકાર દ્વારા 2020-21 ના વર્ષમાં સરકારી કોલેજ મંજુર થઈ છે ત્યારે થોડો આનંદ થાય છે… પણ લડત હજુ પુરી નથી એક પગથિયું ચડ્યા છીએ.આવનારા દિવસોમાં નેશનલ યુવા સંગઠનના માર્ગદર્શન હેઠળ આ લડત કઈ રીતે આગળ લઈ જઈ શકાય એ માટે ચર્ચા કરી આ લડતને વેગ આપવાનો પ્રયત્ન અમારી ટિમ દ્વારા કરવામાં આવશે. તમામ નામી-અનામી સંસ્થાઓનો આભાર સ્પેશિયલ થેંકસ કમેલશ ધામેલીયા, હિતેશ જાસોલિયા અને નેશનલ યુવા સંગઠન.

આ લડાઈ મારા એકથી નહિ અનેક મિત્રો અને સંગઠનના સહયોગથી લડાઈ રહી છે અને આવનારા દિવસોમાં સફળતા મેળવીશું. જેમને જેમને પત્ર લખ્યા છે એ તમામ આ લડતના સહભાગી છે.

સોર્સ: ધ્રુવીત ઢોલરીયા

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!