વેવાઈ-વેવાણે એક જ દોરડાથી બન્ને જણાંએ સાથે ગળેફાંસો ખાઇ આપ્યો જિંદગીને કરુણ અંજામ.

Hits: 22

ગુજરાતમાં ફરીથી વેવાઈ વેવાણનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. તમને સુરત-નવસારીના વેવાઈ-વેવાણનું પ્રેમ પ્રકરણ ની લવ સ્ટોરી યાદ હશે ? આખા દેશમાં ગાજ્યું હતું, ત્યાં હવે સાબરકાંઠાના વેવાઈ-વેવાણના પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, સાબરકાંઠામાં વેવાઈ અને વેવાણની એકસાથે આત્મહત્યાનો બનાવ બન્યો છે.

ખેડબ્રહ્માના દિધીયા ગામે વેવાઈ અને વેવાણે આત્મહત્યા કરી છે. વડાલીના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણ દિધીયા ગામમાં મજૂરી કામ કરતા હતા. ગામની સીમમાં લીમડાના ઝાડથી લટકીને બંનેએ આત્મહત્યા કરી છે. બંનેએ પ્રેમ પ્રકરણમાં કરી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા છે. ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ખેડબ્રહ્માના દિધીયા ગામે વેવાઈ અને વેવાણે ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક જ દોરડાથી બન્ને જણાંએ સાથે ગળેફાંસો ખાધા હતા. ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, વડાલીના થેરાસણા ગામના બંને વેવાણ-વેવાઈ દિધીયા ગામમાં મજૂરી કામ સાથે કરતા હતા. ત્યારે કયા કારણોસર બન્ને જણાંએ ગામની સીમમાં લીમડાના ઝાડ સાથે આત્મહત્યા કરી તેને લઈને અટકળોનો દોર શરૂ થયો છે.

ખેડબ્રહ્મા પોલીસ ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી હતી. અને તેમને ઘટનાની માહિતી મેળવીને વેવાઈ-વેવાણે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ આપ્યું છે. પરંતુ સાચું કારણ શું હોઈ શકે તેની જાણ થઈ નથી. હાલ ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. પોલીસે બંને મૃતદેહોને ઝાડ પરથી ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડ્યા છે. હાલ તો જ્યાં સુધી ઘટનાની ગુંથ્થી ના ઉકેલાય ત્યાં સુધી ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં બાળકોના લગ્ન પહેલા જ વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. દીકરાના લગ્ન પહેલા પિતા વેવાણને લઈને ભાગ્યા હતા. અગાઉ એકબીજાથી પરિચિત અને ભૂતપૂર્વ પ્રેમી-પ્રેમિકા સંતાનોને પરણાવવાને બદલે એકબીજાની સાથે ભાગી ગયા હતા. 14 ફેબ્રુઆરીએ છોકરા-છોકરીના લગ્ન થવાના હતા. પરંતુ બંનેના માતા-પિતા એટલે કે વેવાઈ-વેવાણ ભાગી જતા બંને પરિવારોએ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. આ લવ સ્ટોરી ગુજરાત સહિત દેશભરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી ત્યારે બીજા એક વેવાઈ-વેવાણની લાશ મળી આવતા લોકોમાં ચકચાર થઈ ગઈ હતી.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!