ભાજપ લોકો ના પૈસે આવેલી વસ્તુઓ પર પણ રાજનીતિ જ કરે છે.

Hits: 13

PM cares માં લોકોએ આપેલા પૈસેથી સારું કામ કર્યુ પણ આ કેવું કમ્પેરિઝન? ૭૦ વર્ષમાં અલગ અલગ પક્ષની સરકારોએ જે તે સમયની જરૂરિયાત મુજબ, પોત-પોતાની આવડત મુજબ સરકારી પૈસેથી ૪૭૪૮૧ વેન્ટિલેટર્સ વસાવ્યાં, જ્યારે સાહેબે જનતાએ આપેલા પૈસાથી હાલ ઉભી થયેલી કોરોનાની મહામારી સામે પહોંચી વળવા ૫૦૦૦૦ વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો.



જો કમ્પેરિઝન કરવી હોય તો સરકારી પૈસેથી, પોતાની જવાબદારીથી ગયા વર્ષે માર્ચ થી જૂન સુધી કેટલાં વેન્ટિલેટર્સ વસાવ્યા એના આંકડાની અને આ વર્ષે કોરોના મહામારીના સમયમાં માર્ચ થી જૂન સુધી વસાવેલા વેન્ટિલેટર્સના આંકડાની કમ્પેરિઝન કરો ને!

આતો કોરોનાને લીધે આટલા વેન્ટિલેટર્સ વસાવવાની જરૂર પડી બાકી શું સરકાર આટલા વેન્ટિલેટર્સ વસાવત ખરી? ખાલી એવી રીતે મૂક્યું હોત કે PM cares માંથી ૫૦૦૦૦ વેન્ટિલેટર્સ વસાવ્યા તો બરોબર હતું, સારું કામ હતું, પણ દર વખતે ૭૦ વર્ષની કમ્પેરિઝન કરવી જરૂરી છે?

૭૦ વર્ષમાં કદી કોઈ મેડીકલ ઈમરજન્સીમાં પહેલાં દિવસથી ફાળા ઉઘરાવવાની જરૂર પણ નથી પડી. હજી એક હજાર કેસ પણ નહોતા થયા ને ફાળો ઉઘરાવવા મંડ્યા હતા. એ વખતે કમ્પેરિઝન કરવી હતી ને કે આટલી જલ્દી કઈ સરકારે લોકો પાસે પૈસા ઉઘરાવવાનું ચાલુ કર્યુ હતું?

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!