મૂળભૂત અધિકારો માટે જાગૃતતા હોવી જોઈએ

Hits: 16

આજે કોરોના ની મહામારી માં સરકાર એક તરફ દર્શાવી રહી છે કે નોકરી/ધંધા/વ્યવશાય(રોજગાર) માં કામ કરતાં કર્મચારીઓ ને પૂરો પગાર ચુકવણી કરવી જોઈએ બીજી તરફ જ્યારે હકીકત માં જોઈએ તો ઘણા લોકો એ નોકરી ગુમાવી પણ છે અને નોકરી ના પગાર માં પણ ઘટાડો જોવા મળ્યો છે, સામે જોઈએ તો આર્થિક રીતે વ્યવશાય માલિકો ને પણ કામ ન હોવાથી આર્થિક બોજો પડી રહ્યો છે. એવામાં સરકારે શું પગલાં લેવા જોઈએ એના પર કોઈ વિચારણા થઈ નથી એવું ચોક્કસ પ્રમાણે લાગી રહ્યું છે.

આજે જ્યારે મૂળભૂત અધિકારો ની વાત કરીએ ત્યારે શિક્ષણ જેવા મૂળભૂત અધિકારો માટે સરકારે વધારે વિચારવાની જરૂર છે કેમ કે એક તરફ સરકારી શિક્ષણ સંસ્થાનો નો વિકાસ જ્યારે સાવ અટકી ગયો છે અને પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાનો નો “બિજનેસ” ફૂલ જોર માં વધી રહ્યો છે. પરંતુ એના ફાયદા અને ગેરફાયદા ની વાત ક્યાંય થતી જોવા મળતી નથી. આજે પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાનો ના ફી ને નિયંત્રણ કરવા માટે કાનૂન બને છે પણ એનું સખત રીતે અમલ થતાં જોવા મળતું નથી જેના ફળ સ્વરૂપે પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાનો મનફાવે તેવા પૈસા લોકો પાસે થી ઉઘરવે છે. શું સરકાર આ વસ્તુ સામે આંખ આડા કાન કરી રહી છે ??

એવું જ આપણાં મૂળભૂત અધિકાર એવા આરોગ્ય ની વાત કરીએ તો તેમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે જેમકે સરકારી મેડિકલ સંસ્થાનો બહુ ઓછા પ્રમાણ માં બને છે અને પ્રાઇવેટ મેડિકલ સંસ્થાનો/દવાખાના વધુ પ્રમાણ માં બની રહ્યા છે, વાત સાચી છે કે દવાખાના જેટલા વધુ હસે એટલો ફાયદો આપણ ને થવાનો છે પરંતુ જ્યારે આવા સંસ્થાનો પોતાના વિકાસ માટે અત્યંત વધુ પૈસા લેવાનું ચાલુ કરે તો!!! આવી જ ઘટના તાજેતર માં બની છે જેના સંદર્ભ માં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ સાહેબે કહેવું પડ્યું છે કે મનફાવે તેવી રીતે ફિ વસૂલ કરતાં સંસ્થાનો ચેતી જાય નહીં તો એમને બંદ કરવા માં આવસે.

આપ ની સમક્ષ આ વાત રાખવાનો મતલબ એ છે કે શા માટે આપણે પોતાના મૂળભૂત ફરજો થી અજાણ છીએ ???? અથવા શા માટે આપણને ક્યારેય સરકાર ને સરકારી સંસ્થાનો ના વિકાસ ની વાત નથી કરી.

નહીંતો આવા કોઇ પ્રશ્નો ઊભા જ ના થાય જ્યાં પ્રાઇવેટ સંસ્થાનો

૧ મનફાવે તેટલી ફી વશૂલ કરે

૨ મનફાવે ત્યારે નોકરી માંથી બરતરફ કરે

૩ કે પછી સરકારી નિયમો નું પાલન કરતાં આંખ આડા કાન ના કરે.

આવા પ્રશ્નો ના નિરારણ માટે લોકસાહિ માં લોકો એ જાગવની જરૂર છે અને પોતાના મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવવાની જરૂર છે.

આપના વિચારો જરૂર થી કોમેન્ટ માં લખી જણાવો અને યોગ્ય લાગે તો સેર લાઇક અને કોમેન્ટ કરો. જય ભારત


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!