શું સુરતની LR સુનિતા યાદવ દારૂ પી રહી છે? સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટો, જાણો હકીકત

Hits: 53

છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં સુરતની ઘટના અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. સુરતની કોન્સ્ટેબલ (LR) સુનિતા યાદવે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના પુત્રને પાથ ભણાવ્યો હતો જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સુનિતા યાદવ રાતોરાત સ્ટાર બની ગઈ અને હજારો લખો લોકો તેના સમર્થનમાં આવ્યા હતા. જો કે બીજા દિવસે જ સુનિતા યાદવને બદનામ કરવા મીડિયા તેમજ અન્ય લોકોને કામગીરી સોંપાઈ હોય તેવું લાગી રહયું છે. ગુજરાતમાં જાણે બીજા કોઈ મુદ્દા જ નથી તેમ ગુજરાતી ન્યુઝ ચેનલો એક LR લેવલના નાના પોલીસકર્મી ની પાછળ પડી ગઈ છે.ગઈકાલે સોશિયલ મીડિયામાં સુનિતાના ફોટો વાયરલ થયા હતા જેમાં તે કોઈ બર્થડે પાર્ટીમાં જોવા મળતી હતી. અન્ય ફોટોમાં તેના પિતાની કારમા પોલીસનું બોર્ડ હોવાના ફોટો પણ વાયરલ થયા હતા. આ બધું જોયા બાદ સુનિતા ગઈકાલે મોડીરાત્રે પોતાના ફેસબુક પેજ પર લાઈવ આવી હતી અને અનેક ખુલાસાઓ કર્યા હતા.

સુનિતા એ લાઈવ વિડીયો દરમિયાન જણાવ્યું કે તેની તબિયત નાદુરસ્ત છે માટે તે ગ્લુકોઝ લઈ રહી છે. જો કે આજે અમુક બુદ્ધિહીન લોકોએ સોશિયલ મીડિયામાં એ ફોટો વાયરલ કર્યા છે અને ગ્લુકોઝના પીળા કલરના પાણીને દારૂ બતાવી રહયા છે. સુનિતા એ પણ લાઈવ વિડીયો દરમિયાન કહ્યું હતું કે આ નશીલો પદાર્થ નહીં ગ્લુકોઝ છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

One thought on “શું સુરતની LR સુનિતા યાદવ દારૂ પી રહી છે? સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટો, જાણો હકીકત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!