સરકારી બેંકો નો સ્ટાફ જો તમારી સાથે ગેરવર્તણૂક કરે તો શું કરવું ?

Hits: 43

આ પ્રોસેસ તમામ સરકારી બેંક ને લાગુ પડે છે. અહી ઉદાહરણ રૂપે એસ બી આય લીધી છે.

એસ બી આય માં જાવ એટલે કામ સરખું થાય નહિ , ધક્કા ખાવા પડે અને અપમાન સહન કરવું પડે. અમુક લોકો સારા હોય છે પણ મોટા ભાગે આ જ હાલત છે. મોટા ભાગે ગામડા માં લોકો નું ખાતું આ બેન્ક માં જ હોય છે. એક ગરીબ ને પોતાના કમાયેલા પૈસા ના વ્યવહાર માટે પણ અપમાન નો સામનો કરવો પડે છે.

જાહેર જનતા નું અપમાન કરવાનો એ લોકો નો કોઈ હક્ક નથી અને એ લોકો પાસે એક જાગૃત નાગરિક તરીકે આપડે માફી મંગાવવી જ જોઈએ એટલે એક સબક મળે અને બીજા ગરીબ અને અભણ લોકો ને પણ સારી સુવિધા મળતી થાય.

૧. જે વ્યકતિ એં તમારું કામ સરખું નથી કર્યું અથવા તો તમારી સાથે તોછડું વર્તન કર્યું છે એનું નામ નોંધી લો અને નામ ના મળે એમ હોય તો ફક્ત કાઉન્ટર નંબર નોંધી લો.

૨. https://pgportal.gov.in/ વેબસાઈટ ઓપન કરો અને ત્યાં એકાઉન્ટ બનાવો અને લોગીન કરો.

૩. Grievane>>Lodge Public Grievance પર ક્લિક કરો એટલે અલગ અલગ મિનિસ્ટ્રી ના ઓપશન આવશે.

૪. હવે ફાઇનાન્શ્યલ સર્વિસીસ બેન્કિંગ ડિવિઝન ક્લીક કરો.

૫. Misbehaviour/Harrassament/Corruption by Bank staff નો ઓપશન સિલેક્ટ કરો.

૬ . જે બેન્ક વિરુદ્ધ તમારી ફરિયાદ હોય એ બેન્ક સિલેક્ટ કરો.(જેમ કે અહીંયા એસ બી આય )

૭ .બેંક ની બ્રાન્ચ નું નામ લખો.

૮ . અને પછી તમારી ફરિયાદ સરળ ભાષા માં લખી નાખો અને સબમિટ કરી દ્યો.

૯ . હવે ૪૮ કલાક માં દિવાળી તમારા ઘરે હશે અને ફટાકડા બેન્ક મેનેજર ઉપર ફૂટશે.

૧૦. જે સ્ટાફ તમે જાવ તો જવાબ પણ દેવા તૈયાર ના હતો એ હવે તમને સામે થી શોધતો આવશે

૧૦ .એ ખુદ તમને ફોન કરી ને માફી માંગશે અને હવે થી કોઈ સાથે આવું નહિ કરીયે એની બાહેંધરી આપશે. તમારું જો કોઈ બેન્ક ને લાગતું કામ બાકી હશે એ તુરંત પૂરું કરી દેશે.

૧૨ . ઉપર ની પ્રોસેસ પછી પણ જો કોઈ પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરો

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!