દમણના ભરત રાજકુમારની ગાડીઓ કોણ પાસ કરાવે છે ?

Hits: 40

બુટલેગર ભરત રાજકુમારનો માલ દક્ષિણ ગુજરાતમાંઆ જગ્યાઓ પર જાય છે ,આ રહ્યું લિસ્ટ વાંચો.

ડુંગરી નજીક સ્ટેટ મોનીટરીંગ ની ટીમે જે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી તે માલ પણ ભરતે ભરાવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ પ્રકરણમાં પણ સ્થાનિક પોલીસ ના વટાણા વેરાઈ ગયા છે.

રાત્રી લોકડાઉન ‘મોટા’ બુટલેગરો ને કેમ નડતું નથી ? ‘પાસ’ આપી રાખ્યો છે કે શું ? લોકો માં ભારે રોષ :સામાન્ય લોકો ની પોલીસ મેથી મારે અને રાત્રે દારૂ ભરેલી ગાડીઓ નીકળી જાય આતે કેવું ? ભારે ચર્ચા

ગાંધીજી ના ગુજરાત માં દારૂબંધી ખાલી નામ માત્ર ની રહી જવા પામી છે એમાંય બુટલેગરો ગાંધી છાપ ના જોર ઉપર કરોડો હપ્તા બાંધી પોતાનું ધાર્યું કરતા રહે છે અને બિન્દાસ દારૂ નીકળી રહ્યો છે.

દમણ ગુજરાત ની પાતલિયા ચેક પોસ્ટ ઉપર થી મોટાપાયે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે અને એમાં પણ દમણ નો નામચીન બુટલેગર ભરત રાજકુમાર પાતળિયા ચેકપોસ્ટ ઉપર થી રોજિંદા 50 થી 60 જેટલી ગાડી ઓ પાસ કરી રહ્યો હોવાની વાત ભારે ચકચાર જગાવી રહી છે.

લોકડાઉન અને કોરોના સમય માં જ્યાં ગુજરાત માં દારૂ માટે ની ડિમાન્ડ ખૂબ વધી ગઈ હતી ત્યારે આ સમય માં મોકો જોઈ ચોકો મારી દેનારા લાખ્ખોપતી બની ગયા હોવાનું કહેવાય છે, છેલ્લા કેટલાક સમય થી દમણ ના બુટલેગર ભરત રાજકુમાર ની પાતળિયા ચેક પોસ્ટ થી રોજના 50 થી વધુ દારૂ ભરેલી ગાડી ઓ ગુજરાત માં કાઢી રહ્યો હોવાનું કહેવાયછે જેની પાછળ ગુજરાત પોલીસ માં ચાલતા કરોડો ના શેક્સન હોવાનું ચર્ચાઈ રહ્યું છે એક તરફ પાતળિયા ચેક પોસ્ટ ઉપર જ્યાં સીસિટીવી કેમેરા મુકવામાં આવ્યા હોવા છતાં પણ રોજ ની 60 ગાડી ઓ દારૂ ભરી ને પાસ થતી હોય ત્યારે વાત વિચારવા જેવી છે.

આપને જણાવી દઈએ કે દમણથી નીકળતો દારૂ સુરત સીટી માં માનીશ રૈયાની ,સુરત રૂરલ માં વિજય સાયન,કડોદરા માં સભુ, સલામ કલામ, લાલુ કુલવેર, કિરણ વ્યારા,મુન્નો વ્યારા, જ્યારે નવસારી માં લાલુ ગણદેવી,હિતિયો કલયારી,કુનિયો ખેરગામ,રાજલો ખેરગામ, લાલુ વાંસદા,તેમજ વસીમ મહુઆ સુધી દારૂ પોહચી રહ્યો છે જો ખરેખર કોરોના માં પોલીસ નું ચેકીંગ કડક હોય તો આટલો બધો દારૂ કેવી રીતે પહોંચી શકે.પણ અહીં પોલીસ ની કડકાઈ સામાન્ય વ્યક્તિ ઓ ઉપર જણાઈ રહી છે , પરંતુ સેક્શન આપનાર ની ગાડીઓ કાઢવામાં આવી રહી હોવાની વાતો ચર્ચા જગાવી રહી છે. આમ દમણ થી નીકળી માલ દક્ષીણ ગુજરાત માં આ જગ્યા ઉપર જઇ રહ્યો છે અને કોરોના માં કરોડો કમાઈ લીધા હોવાની વાતો ચર્ચા ના પરિઘ માં રહેવા પામી છે.

Source: SatyaDay

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!