સતવંત અને બેઅંત એ 33 ગોળીઓ મારીને કેમ કરી ઇન્દિરા ગાંધીની હત્યા? જાણો આખી કહાની

Hits: 45

ભારતની પહેલી મહિલા પ્રધાન ઇન્ડિયા ગાંધી, જેમને આયરન લેડીના નામથી પણ ઓળખવામાં આવે છે, એમની મોતને આ વર્ષે ઓક્ટોબરમાં 36 વર્ષ થઇ જશે. ઇન્દિરા ગાંધીને એમનાજ અંગરક્ષકો બેઅંત સિંહ અને સતવંત સિંહે 1984 માં 31 ઓગસ્ટના નવી દિલ્લીના સફદરજંગ રોડ સ્થિત પ્રધાનમંત્રી આવાસ 1 માં ગોળીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ઇન્દિરા ગાંધીએ જે ઓપરેશન બ્લુસ્ટારને લીલી જંડી દેખાડી, એના ફક્ત 4 મહિના પછી જ શીખ સમુદાયના લોકોની નારાજગીને કારણે ઇન્દિરા ગાંધીની હત્યા પુરી યોજના સાથે કરી દેવામાં આવી. ઈન્દીરા ગાંધીના શરીરમાં 33 ગોળીઓ ઉતારી દેવામાં આવી હતી.

આટલા માટે દેખાડવામાં આવી હતી હતી લીલી જંડી

શીખ સમુદાયના અલગાવવાદી નેતૃત્વને પ્રોત્સાહન આપવાવાળા અને ખાલિસ્તાનનું સમર્થન કરનારા જનરેલ સિંહ ભિંડરાવાલે વર્ષ 1981માં અમૃતસરના હરિમંદિર સાહિબ એટલે કે સ્વર્ણ મંદિર પરિસરમાં ડેરો નાખીને બીજા ઘણા શીખોની સાથે બેસી ગયા હતા. ભિંડરાવાલેના નેતૃત્વમાં અલગાવવાદી સમુદાય સતત મજબૂત બની રહ્યો હતો. પાકિસ્તાનમાં પણ એને મદદ મળવાની શરુ થઇ ગઈ હતી.

મંદિરમાં જે અલગાવવાદી આતંકી શીખ તૈનાત હતા, એના કારણે દેશમાં હિંસાની ઘટનાઓ પણ વધવા લાગી હતી. એને જોતા સ્વર્ણ મંદિર પરિસરમાં ભારતીય સેનાને 3 થી 6 જૂન સુધી ઓપરેશન બ્લુસ્ટાર ચલાવવાની લીલી જંડી ઇન્દિરા ગાંધીએ દેખાડી દીધી હતી.

આ રીતે ચાલ્યું બ્લુસ્ટાર ઓપરેશન

સૌથી પહેલા 2 જૂન, 1984 ના પંજાબમાં સેનાએ તરફથી આંતરરાષ્ટ્રીય સીમાને સીલ કરી દીધી હતી. એના બીજા દિવસે 3 જૂનના આખા પંજાબમાં કર્ફ્યુ લગાવી દેવાયું. સેનાએ સ્વર્ણ મંદિરને ચારેબાજુએથી ઘેરી લીધું. મંદિરમાં છુપાયેલા મોરચાબંદ ઉગ્રવાદીઓ પાસે કેટલા હથિયાર છે, એનો અંદાજો લગાવવા માટે ભારતીય સેના તરફથી ગોળીબારી શરુ કરવામાં આવી.

ઉગ્રવાદીઓએ પણ ફરીથી સામે વાર કર્યો. 20 કાળા કપડાં પહેરેલા કમાન્ડો 5 જૂન 1984 ની રાત્રે સુવર્ણ મંદિરમાં ઘુસી ગયા. પછી યુદ્ધ આગળ વધતું ગયું. ગાડીઓ અને ટેન્કોનો પણ ઉપયોગ થતો હતો. ઓlપરેશન સફળ રહ્યું હતું, પરંતુ જોરદાર ખૂનખરાબા સાથે.

શીખોમાં નારાજગી

ભારત સરકારે જે શ્વેતપત્ર જારી કર્યો, એ મુજબ ઓપરેશન બ્લુસ્ટારમાં 493 ઉગ્રવાદીઓ અથવા સામાન્ય નાગરિકોની મોત થઇ. એમાં 86 ઘાયલ થયા અને 1592 ની ધરપકડ થઇ હતી. સાથે જ 83 સૈનિકોના ઓપરેશનમાં મોત થયા અને 249 સૈનિક ઘાયલ થયા.

આખા પંજાબમાં વાતાવરણ તાણવાળું થઇ ગયું. ઇન્દિરા ગાંધી પ્રતિ શીખ સમુદાયમાં નારાજગી એટલી વધી ગઈ કે આખરે એમની હત્યાનો યોજના બનાવીને એમના જ શીખ બોડીગાર્ડ બેઅંત સિંહ અને સતવંત સિંહે ઇન્દિરા ગાંધીની હત્યા કરી દીધી.

કેવી રીતે થઇ હતી ઇન્દિરા ગાંધીની હત્યા?

બ્રિટિશ અભિનેતા પીટર ઉસ્તીનોવને ઇન્દિરા ગાંધી 31 ઓક્ટોબર , 1984 ના મળવા માટે નીકળી રહી હતી, કે જે એક ડોક્યુમેન્ટરી માટે એમનું ઇન્ટરવ્યૂ લેવાના હતા. એમના સુરક્ષા ગાર્ડ્સ બેઅંત અને સતવંત સિંહ દરવાજે ઉભા રહીને એમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. જેવી ઇન્દિરા ગાંધી દરવાજામાંથી બહાર નીકળી, એવી એમના પેટમાં 3 ગોળીઓ બેઅંત સિંહે નાખી દીધી હતી. એ પછી ઇન્દિરા ગાંધી ત્યાં જ પડી ગઈ અને પછી સતવંત સિંહ પણ પોતાના સ્ટેનગનથી એમની ઉપર ધડાધડ 30 ગોળીઓ નાખી દીધી.

બાકીના જે સુરક્ષા ગાર્ડ્સ ત્યાં ઉભા હતા, એમણે તરત જ બંને હત્યારાઓને દબોચી લીધા. ઇન્દિરા ગાંધીને તત્કાલ હોસ્પિટલ લેઈ જવામાં આવ્યા, પણ કેટલાક કલાકો પછી એમની શ્વાસ તૂટ્યા. ઇન્દિરા ગાંધીની હત્યા પછી સત્તાની બાગડોર કોંગ્રેસે એમના મોટા દીકરા રાજીવ ગાંધીના હાથોમાં આપી દીધી હતી.

ઈન્દીરાને હતું દુઃખ

એવું કહેવાય છે કે ઓપરેશન બ્લુસ્ટારમાં હિંસાને કારણે જે મોત થઇ હતી, એમના વિષે જયારે ઇન્દિરા ગાંધીએ સાંભળ્યું હતું ઓ ખુબ જ દુઃખી થઇ ગઈ હતી. એમણે કહ્યું હતું કે હે ભગવાન આ શું થઇ ગયું? એ લોકોએ તો મને એ જણાવ્યું હતું કે એટલી મોત નથી થવાની.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!